લુણાવાડા, તારીખ 7/1/2024ને રવિવારના રોજ ગુજરાત સ્ટેટ સી.એચ.ઓ યુનિયન દ્વારા મહીસાગર જીલ્લાના સી.એચ.ઓની યુનિયનની મિટિંગનું આયોજન હોટલ તેજા લુણાવાડા ખાતે કરવામાં આવેલ. જેમાં ગુજરાત સ્ટેટ સી.એચ.ઓ. યુનિયનના પ્રમુખ જયકુમાર મહેતા, જોઈન્ટ સેક્રેટરી જનક શર્મા અને ખજાનચી હર્ષલભાઈ હડિયાની ઉપસ્થિતિમાં મહીસાગર જીલ્લાની યુનિયનની ડિસ્ટ્રિક્ટ બોડી નિર્માણ કરવામાં આવ્યું. તેમજ સી.એચ.ઓને થઈ રહેલા તમામ પ્રશ્ર્નો વિશે જાણવામાં આવ્યું. જેમાં મહીસાગર જીલ્લાના તમામ સી.એચ.ઓ. એ હાજરી પુરાવીને યુનિયનને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો હતો.
મહીસાગર જીલ્લાના પ્રમુખ તરીકે વિજયભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે નિરજભાઈ પટેલ અને ગુંજનબેન પટેલ, સેક્રેટરી તરીકે હિમ્મતસિંહ ડામોર, જોઈન્ટ સેક્રેટરી સેજલબેન પટેલ, ખજાનચી જીતેન્દ્રભાઈ પટેલ, કો.ઓર્ડીનેટર પ્રીતિબેન પટેલ, ક્ધવીનર તરીકે અનિલભાઈ ચોકિયાતની વરણી કરવામાં આવેલ છે.