શહેરા,શહેરા તાલુકાના ગુણેલી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલનું ગામના સરપંચ તેમજ અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
શહેરા તાલુકાના ગુણેલી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનું ગામના સરપંચ તેમજ અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ઉપસ્થિત ગ્રામજનોને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા સરકારની વિવિધ લાભકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં હતી. જ્યારે આ ગામના લાભાર્થીઓને ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ સહિત ઉપસ્થિત અધિકારીઓના હસ્તે વિવિધ યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યા હતા. આમ તો તાલુકાના મુખ્ય કચેરીના અધિકારીઓ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ કાર્યક્રમ હોય ત્યારે જતા હોય ત્યારબાદ કોઈ રજૂઆત હોય ત્યારે મુલાકાત લેતા હોય છે. જ્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમના એક કલાક પહેલા તાલુકા વિકાસ અધિકારી સહિતનાઓ ગામની વિવિધ વિસ્તારની મુલાકાત લેવામાં આવે જેથી ગામની સમસ્યાઓ થી તેઓ વાકેફ થઈ શકે તેમજ સરકારી યોજનાઓનો લાભ ગ્રામજનોને મળે છે કે નહીં એ પણ ખબર પડી શકે તો નવાઈ નહીં જોકે તાલુકાના અનેક ગામોમાં નલ સે જલ યોજનાનું પાણી ઘરે ઘરે પહોંચી નહીં રહી હોવાનું જાણવા મળેલ હોય ત્યારે સંબંધિત તંત્રના અધિકારીઓ ઓફિસની ખુરશી છોડીને પોતાની નૈતિક ફરજ સમજીને ગ્રામીણ વિસ્તારની મુલાકાત લેવામાં આવે તે જરૂરી છે.