ગોધરા પંચમહાલ ડેરી દ્વારા 8 કિલો મીટરની મેરેથોન દોડ યોજી

  • 1200 ઉપરાંત દોડવીરો મેરેથોનમાં જોડાયા.

ગોધરા,ગોધરા પંચમહાલ ડેરી દ્વારા 8 કિલો મીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ ડેરી ખાતે ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ અને પંચમહાલ ડેરીના ચેરમેન મેરેથોનને પ્રસ્થાન કરાવી હતી.

ગોધરાની પંચમહાલ ડેરી દ્વારા ત્રીજા વર્ષ જાહેર જનતાની તંદુરસ્તી અને આરોગ્ય જાળવાઈ રહે તેવા આશયથી 8 કિલો મીટર લાંબી મેરેથોન દોડનુંં આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોનમાં 1200 થી ઉપરાંત દોડવીરોએ ભાગ લીધો હતોો. વહેલી સવારે પંચમહાલ ડેરી ખાતેથી શરૂ થયેલ મેરેથોન દોડને પંંચમહાલ ડેરીના એમ.ડી. મિનેશ મહેતા અને ચીફ જનરલ મેનેજર અને સી.એ.સંકેત કાછીઆ દ્વારા ફલેગ ઓફ કરીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. પંચમહાલ ડેરીથી ચાંચર ચોક થી ડેરી સુધીની મેરેથોન સ્પર્ધકો દોડ લગાવી હતી. મેરેથોનમાંં પ્રથમ આવનાર સ્પર્ધકોએ જનતાને જીવનશૈલીમાં કસરત માટે અપીલ કરી હતી. ડેરીના ચેરમેન જેઠાભાઇ ભરવાડ દ્વારા પ્રથમ, દ્વિતિય અને તૃતીય વિજેતાઓને પુરસ્કાર અને પ્રશસ્તીપત્ર આપી સન્માનિત કરાયા હતા.