ગોધરા ટુર સંચાલક દ્વારા લોકોને બોગસ વિઝા બનાવી વિદેશ મોકલી દેનાર બે આરોપીઓના રેગ્યુલર જામીન અરજી કોર્ટ નામંજુર કરાઈ

ગોધરા, ગોધરા શહેરમાં ટુર સંચાલક દ્વારા લોકોને બોગસ વિઝા બનાવી વિદેશ મોકલી દેનાર ઝડપાયેલ આરોપીએ રેગ્યુલર જામીન અરજી મુકાઈ હતી. તે જામીન અરજી કોર્ટે નામંજુર કરાઈ.

ગોધરા શહેરના ટુર સંંચાલક દ્વારા બોગસ વિઝા બનાવીને લોકોને મકકા મદિના ધાર્મીક યાત્રા ઉમરાહ લઈ જવાનું પેકેજ જાહેર કરી ટીકીટોના વ્યકિત દીઠ 1,40,000/-રૂપીયા લઈ ફરિયાદી અને સાહેદોને કોઇ પ્રકારની સુવિધા નહિ આપી વિશ્ર્વાસધાત ઠગાઈ કરી એકબીજાની મદદગારીમાંં ગુન્હો કરેલ હતો. ફરિયાદી તથા સાહેદોએ બોગસ વિઝાના આધારે મુુંબઈ એરપોર્ટ ઉપરથી કોઈપણ પ્રકારના વિઝા ચેકીંગ તથા એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓના મેળાપીપણામાં સાઉદી અરેબીયા જવા રવાના કર્યા હતા. ફરિયાદી અને સાહેદોને જિદ્દાહ એરપોર્ટ ઉ5ર એરપોર્ટ ઓથોરીટી દ્વારા ત્રીસ કલાક અટકાવવામાં આવેલ નામચીન તત્વોએ ધાર્મીક યાત્રા કરતાં લોકો સામે ગંભીર પ્રકારની બનાવટ અને છેતરપિંડી કરેલ હતી. જીલ્લા પોલીસવડાના હુકમથી આરોપીઓ ઈકરામ ઉર્ફે ફારૂક ધંત્યા (રહે. ગોન્દ્રા, ઈદગાહ મહોલ્લા, ગોધરા), અનશ અબ્દુલલ સતાર ચુરમલી (રહે. રહેમતનગર, ગોધરા)ને ઝડપી પાડવામાંં આવ્યા હતા. બોગસ વિઝા બનાવી ઠગાઈ કરાવનાર ઈસમ ઈકરામ ઉર્ફે ફારૂક ધંત્યા અને અનશ અબ્દુલ સત્તાર ચુરમલીએ પંંચમાલ ચોથા એડીશનલ ડીસ્ટ્રીકટ જજ પી.એ.માલવીયાની કોર્ટમાં નિયમિત જામની અરજી કરી હતી. જામીન અરજી કોર્ટમાં ચાલતા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની વિગતવાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીઓની જામીન અરજી નામંજુર કરાઈ.