બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું? ક્યા આધાર પર દોષિતોની સજા રદ કરવાનો નિર્ણય કર્યો
બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું? ક્યા આધાર પર દોષિતોની સજા રદ કરવાનો નિર્ણય કર્યો
બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
બિલકિસ બાનો ગેન્ગરેપ કેસમાં દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણય વિરૂદ્ધ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કરી નાખ્યો છે. જસ્ટિસ બી.વી.નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.
બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
જસ્ટિસ નાગરત્નાએ ચુકાદો સંભળાવતા કહ્યું કે, પ્લેટોએ કહ્યું હતું કે સજા બદલો લેવા માટે નથી પરંતુ સુધારણા માટે છે. ક્યૂરેટિવ થ્યોરીમાં સજાની તુલના દવા સાથે કરવામાં આવે છે; જો કોઈ ગુનેગારને સાજો કરી શકાય છે, તો તેને મુક્ત કરવો જોઈએ. આ સુધારાત્મક સિદ્ધાંતનો આધાર છે પરંતુ પીડિતના અધિકારો પણ મહત્ત્વપૂર્ણ છે. સ્ત્રીઓ સન્માનને પાત્ર છે. શું મહિલાઓ સામેના જઘન્ય અપરાધોમાં છૂટ આપી શકાય છે? આ એવા મુદ્દાઓ છે જે ઉભા થાય છે.જસ્ટિસ નાગરત્નાએ કહ્યું, અમે રિટ પિટિશન પર યોગ્યતા અને સ્થિરતા બંને પર વિચારણા કરવા આગળ વધીએ છીએ. આ કેસમાં બંને પક્ષોને સાંભળ્યા પછી નીચેની બાબતો બહાર આવે છે:
- શું પીડિતા દ્વારા કલમ 32 હેઠળ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી યોગ્ય?
- શું મુક્તિના આદેશ પર સવાલ ઉઠાવતી PIL સ્વીકાર્ય છે?
- શું ગુજરાત સરકાર મુક્તિનો આદેશ પસાર કરવામાં સક્ષમ હતી?
- શું કાયદા મુજબ ગુનેગારોને માફી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો?
સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે બિલકિસ બાનો કેસમાં દોષિતોની સજા માફીને પડકારતી અરજીઓ સાંભળવા યોગ્ય છે. સર્વોચ્ચ અદાલતે પીઆઈએલની વિચારણાના સંબંધમાં જવાબ આપવાનો ઇનકાર કર્યો કારણ કે બિલકિસ બાનોની અરજીને પહેલા જ સુનાવણી યોગ્ય માનવામાં આવી ચુકી છે.
જસ્ટિસ નાગરત્નાએ જોર્જ બર્નાર્ડ શોને કોટ કરતા કહ્યું કે, લોકો ઠોકર ખાવાથી નથી સુધરતા. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે ગુનાની ઘટનાનું સ્થાન અને જેલનું સ્થાન પ્રાસંગિક વિચાર નથી. જ્યા ગુનેગાર પર કેસ ચલાવવામાં આવે છે અને સજા સંભળાવવામાં આવે છે તે સાચી સરકાર છે. ગુનાઓ કરવાની જગ્યાએ કેસની સુનાવણી પર વધુ ભાર આપવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટનું માનવું છે કે 13 મેએ 2022નો નિર્ણય (જેને ગુજરાત સરકારે દોષિતોને માફ કરવાના વિચાર કરવાનો આદેશ આપ્યો હતો) કોર્ટ સાથે છેતરપિંડી કરી અને ભૌતિક તથ્યોને સંતાડીને પ્રાપ્ત કરવામાં આવ્યો હતો.
બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનું માનવું છે કે રાજ્ય, જ્યા કોઇ ગુનેગાર પર કેસ ચલાવવામાં આવે છે અને સજા સંભળાવવામાં આવે છે, તો દોષિતોની માફી અરજી પર નિર્ણય લેવામાં સક્ષમ છે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે દોષિતોની સજા માફીનો આદેશ પસાર કરવા માટે ગુજરાત રાજ્ય સક્ષમ નથી પણ મહારાષ્ટ્ર સરકાર સક્ષમ છે.
બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે માન્યુ કે ગુજરાત રાજ્ય સરકાર દોષિતોને સજામાં છૂટનો આદેશ પસાર કરવામાં સક્ષમ નહતી. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું, માત્ર આ આધાર પર (ગુજરાત સરકારમાં ક્ષમતાની કમી છે), રિટ અરજીને પરવાનગી આપવી જોઇએ અને આદેશોને ફગાવવા જોઇએ.
બિલકિસ બાનો કેસમાં શું છે ઘટના ?
ગોધરામાં કાર સેવકો ભરેલા ટ્રેનના ડબ્બામાં આગ લાગ્યા પછી ગુજરાત રમખાણ દરમિયાન 3 માર્ચ, 2002માં દાહોદ જિલ્લાના રંધિકપુર ગામમાં બિલકિસ બાનો સાથે ગેન્ગરેપ કરવામાં આવ્યો હતો.તે સમયે બિલકિસ બાનો 21 વર્ષની હતી અને 5 મહિનાની ગર્ભવતી હતી, તે બાદ બિલકિસના પરિવારના 14 સભ્યોની હત્યા પણ કરવામાં આવી હતી. મૃતકોમાં બિલકિસની 3 વર્ષની દીકરી પણ સામેલ હતી.