અમરેલી, બાબરા નગરપાલિકાના ભાજપના મહિલા સદસ્યના પતિની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. મૂળશંકર તેરૈયાની પાસા હેઠળ ધરપકડ કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે. અત્રે જણાવી દઈએ કે, મહિલા સદસ્યાના પતિ પાસેથી નશાયુક્ત સીરપનો જથ્થો પકડાયો હતો બાબરા પાલિકાના ભાજપ સદસ્યના પતિ મૂળશંકર તેરૈયા પાસેથી બાબરા પોલીસે અંદાજે રૂપિયા ૬૫ લાખનો જથ્થો પકડ્યો હતો. બાબરા અને લાઠી વિસ્તારમાં નશાયુક્ત સીરપના જથ્થા બાબતે મૂળશંકર તેરૈયા સામે ૪ ગુના નોંધાયા હતા. જેમાં નશાયુક્ત સીરપ પકડાવાના કેસમાં મૂળશંકર તેરૈયા સામે અમરેલી એસપીની કાર્યવાહી કરી છે.
અત્રે જણાવીએ કે, નશાયુક્ત સીરપ ઝડપવામાં આવેલી પોલીસ ડ્રાઈવમાં મૂળશંકર તેરૈયા સપડયા હતા. જેમની પાસેથી લગભગ રૂપિયા ૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જો કે, આ મામલો બાબર તાલુકામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે