અમે ઘણા ભાગ્યશાળી છીએ કે ભારત અમારો મિત્ર છે, શેખ હસીનાનો સંદેશ

નવીદિલ્હી, બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું છે . વિરોધ પક્ષ બીએનપી સહિત અન્ય ઘણી પાર્ટીઓએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા ઘણી હિંસક ઘટનાઓ બની છે અને મતદાનના દિવસે પણ હિંસા થવાની સંભાવના છે. ચૂંટણી પહેલા બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ કહ્યું હતું કે અમે સુનિશ્ચિત કરીશું કે દેશમાં લોકશાહી છે અને લોકોના લોક્તાંત્રિક અધિકારોનું રક્ષણ થાય છે.

વડાપ્રધાન શેખ હસીનાએ મતદાન પહેલા મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન એક ભારતીય પત્રકારે વડાપ્રધાન શેખ હસીના સાથે વાત કરી. તેના પર શેખ હસીનાએ કહ્યું, ’તમારું ખૂબ સ્વાગત છે. ભારત જેવો ભરોસાપાત્ર મિત્ર મેળવવા માટે આપણે ભાગ્યશાળી છીએ. તેમણે (ભારત) મુક્તિ યુદ્ધ દરમિયાન અમને ટેકો આપ્યો હતો. ૧૯૭૫ પછી જ્યારે અમારો આખો પરિવાર નાશ પામ્યો ત્યારે તેમણે અમને આશ્રય આપ્યો. તો ભારતના લોકો માટે અમારી શુભકામનાઓ. વડા પ્રધાને કહ્યું હતું કે ’આપણો દેશ સાર્વભૌમ અને સ્વતંત્ર છે… આપણી વસ્તી મોટી છે. અમે લોકોને લોક્તાંત્રિક અધિકારો આપ્યા છે. હું સુનિશ્ચિત કરવા માંગુ છું કે દેશમાં લોકશાહી ચાલુ રહે.