ગોધરાના સોના-ચાંદીના વેપારીએ ચોરીનો માલ લેતા નડીયાદ રેલ્વે પોલીસે વેપારીની ધરપકડ કરી.

ગાંંધીધામ-ઈન્દોર નોનસ્ટોપ સુપર ફાસ્ટ ટ્રેનને સિગ્નલ લોસ કર્યા બાદ થંભી ગયેલ ટ્રેનના વિવિધ કોચ માંથી ૩.૨૦ લાખની ચોરી

ગોધરા નવા બજારમાં સોનાના વેપારીને ત્યાં વેચવામાં આવ્યો હોય તેવી કબુલાત કરતાં આજરોજ ગોધરાના વેપારીની નડીયાદ રેલ્વે પોલીસ દ્વારા ધરપકડ

ગોધરા,
આણંદ-ગોધરા રેલ્વે ટ્રેક ઉપર અંબાવ-અંંગાડી વચ્ચે નૂતન વર્ષના દિવસે ગાંંધીધામ-ઈન્દોર નોનસ્ટોપ સુપર ફાસ્ટ ટ્રેનને સિગ્નલ લોસ કર્યા બાદ થંભી ગયેલ ટ્રેનના વિવિધ કોચ માંથી ૩.૨૦ લાખની ચોરી થયેલ હતી. આ ચોરીના ગુનામાં નડીયાર રેલ્વે પોલીસ તપાસમાં આરોપીઓ દ્વારા ગોધરા નવા બજારમાં સોનાના વેપારીને ત્યાં વેચવામાં આવ્યો હોય તેવી કબુલાત કરતાં આજરોજ ગોધરાના વેપારીની નડીયાદ રેલ્વે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી.

નવા વર્ષના દિવસ આણંદ-ગોધરા રેલ્વે ટ્રેક ઉપર અંબાવ-અંંગાડી વચ્ચે ગાંધીધામ-ઈન્દોર નોનસ્ટોપ સુપર ફાસ્ટ ટ્રેનને સિગ્નલ લોસ કર્યા બાદ થોભી ગઈ હતી. ત્યારે ચોર લુંટા‚ ઈસમો દ્વારા ટ્રેનના વિવિધ કોચમાં મુસાફરી કરતાં મુસાફરોનો ૩.૨૦ લાખ ‚પીયાના મુદ્દામાલની ચોરી કરાઈ હતી. ચોર ઈસમો દ્વારા સિગ્નલ લોસ કરીને ટ્રેન થોભી જતાં ટ્રેનના મુસાફરી કરતાં મુસાફરો પાસેથી લુંટ કરાઈ હતી. આ બાબતે આણંદ રેલ્વે પોલીસ મથકે મુસાફર વર્ષાબેન મનોજભાઇ ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી. રેલ્વે પોલીસ દ્વારા ગાંધીધામ-ઈન્દોર નોન સ્ટોપ સુપર ફાસ્ટમાં થયેલ ૩.૨૦ લાખની લુંટમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલ ચોર ઈસમો દ્વારા ટ્રેન માંથી લુંટ કરવામાં આવેલ સોના-ચાંદીના દાગીના ગોધરા નવર બજારમાં આવેલ દુકાનમાં વેચાણ કર્યા હોવાની કબુલાત કરી હોય જેના આધારે નડીયાદ રેલ્વે પોલીસ દ્વારા લુંટના દાગીના ખરીદનાર વેપારીની આજરોજ અટકાયત કરવામાંં આવતાં ચકચાર મચી જવા પામી છે.