બનાસકાંઠાઃ બનાસકાંઠાના થરાદ-ડીસા હાઇવે પર થયેલા ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. ખોરડાં ગામ નજીક ટ્રક સાથે કાર અથડાઈ હતી. જેમાં અકસ્માતમાં 4 લોકોનાં કમકમાટી ભર્યાં મોત નિપજ્યા. ઊંઝાથી ઘરે પરત ફરી રહેલા વાવના બ્રાહ્મણ પરિવારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોએ જીવ ગુમાવ્યો છે. પતિ, પત્ની, પુત્ર અને પુત્રવધુએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર, થરાદ-ડીસા હાઈવે પરથી એક પરિવાર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતો, ત્યારે અકસ્માતની ઘટના બની હતી. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
બનાવની જાણ થતાં પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવાર ઘરે આવે તે પહેલા જ આ ગોઝરી ઘટના બનતા પરિવારના અન્ય સભ્યો પર આભા તૂટી પડ્યા જેવી ઘટના સર્જાઈ છે. કારની હાલત એટલી ભયાકન હતી કે તે જોઈને લોકોના રૂવાડા ઉભા થઈ ગયા હતા.