લંડનમાં ગુજરાતી યુવક પર અશ્વેતોનો જીવલેણ હુમલો, આસપાસના વિસ્તારના ભારતીયોને ઍલર્ટ રહેવા અપીલ

વિદેશની ધરતી પર ફરી એકવાર ગુજરાતી પર હુમલાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, લંડનમાં ગુજરાતી યુવક પર હુમલો થયો છે. પ્રાથમિક વિગતો મુજબ કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ તરફ ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ તરફ ઘટના સમયે હાજર ભારતીયોએ આ અંગેનો વિડીયો બનાવ્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે, ઇજાગ્રસ્ત યુવકને સ્ટ્રેચરમાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે. 

લંડનના અપટોન પાર્ક સ્ટેશન પાસે એક ગુજરાતી યુવક પર  કેટલાક અશ્વેત ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક ચર્ચા મુજબ યુવક આણંદનો હોવાનું સામે આવ્યું છે. જોકે આ મામલે કોઈ નક્કર માહિતી સામે આવી નથી. આ તરફ હવે યુવકની સારવાર ચાલતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા બનેલી ઘટના બાદ ત્યાં હાજર ભારતીયોએ વીડિયો બનાવ્યો હતો. 

નોંધનીય છે કે, દર વર્ષે વિશાળ સંખ્યામાં ગુજરાતી યુવકો અને યુવતીઓ વિદેશ જતાં હોય છે. યુકેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને યુવાનો વિઝા મેળવી અભ્યાસ અને રોજગાર માટે ગયા છે. આ તરફ લંડનમાં બનેલ હુમલાની ઘટના બાદ હવે હાલમાં ગુજરાતી યુવક સારવાર હેઠળ છે. જોકે આ પ્રકારની હુમલાની ઘટનાને લઈ લંડનમાં રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ છે.