અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં ૭ કેસ નોંધાયા

અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાનાં કેસમાં વધારો થતા શહેરજનોમાં ફરી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં વધુ ૭ કેસ નોંધાવા પામ્યા હતા. જેમાં ૧ પુરૂષ અને ૬ મહિલા દર્દીઓ નોંધાયા હતા. જ્યારે ૫૫ ને હોમ આઈસોલેશન કર્યા હતા. હાલ શહેરમાં કોરોનાનાં ૫૭ એક્ટિવ કેસ નોંધાવા પામ્યા છે. ૮ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે ૨ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છો.

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં ૭ કેસ નોંધાયા છે. નવરંગપુરા, સરખેજ, ભાઈપુરા, હાટકેશ્ર્વર, જોધપુરમાં કેસ નોંધાયા હતા. જેમાંથી ૪ લોકોની ટ્રાવેલીંગ હિસ્ટ્રી સામે આવવા પામી છે. જેમાં જૂનાગઢ, ગોવા, કેનેડા અને અંદમાન નિકોબારની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવવા પામી છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતીનાં ભાગ રૂપે માસ્ક પહેરવાની, ભીડભાડવાળી જગ્યાએ ન જવાની સલાહ પણ આપી છે.