હાલોલ ના નવીભાટ ગામ રોડ ઉપર ઈકો ચાલકે રાહદારી 60 વર્ષીય વ્યકિતને અડફેટમાં લઈ મોત નિપજાવતાં ફરિયાદ

હાલોલ, હાલોલ તાલુકાના નવીભાટ ગામે રોડ ઉપરથી પસાર થતી ઈકો ગાડીના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી રોડ ઉપરથી ચાલતા જતા રાહદારીને અકસ્માતમાં સર્જી ગંભીર ઈજાઓ પહોચાડી મોત નિપજાવતા પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકા ના નવીભાટ ગામે રોડ ઉપરથી પસાર થતી ઈકો ગાડી નં.જીજે.06.એલઈ.9597ના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી પુરઝડપે હંકારી લાવી રોડ ઉપરથી ચાલતા જતા પર્વતસિંહ ઉર્ફે કંંચનભાઈ જેસીંગભાઇ બારીયા ઉ.વ.60ને અડફેટમાં લઈ માથાના ભાગે ગંભીર ઇજાઓ પ હોંચાડી મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ પાવાગઢ પોલીસ મથકે નોંધાવા પામી છે.