શહેરાના લાઢણીયા રોડ કત્તલના ઈરાદે ગોંધી રાખેલ 4 ગૌવંશ વાછરડાને બચાવાયા

શહેરા, શહેરાના લાઢણીયા રોડ ઉપર આરોપી ઈસમોએ કત્તલના ગૌવંશ ગોંંધી રાખેલ હોય અને માંસનો જથ્થો રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી 4 ગૌવંશ વાછરડા, 1 કિલો માંસનો જથ્થો મળી કુલ 58,000/-રૂપીયાના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા લાઢણીયા રોડ ઉપર રહેતા આરોપીઓ નસરૂલ્લા મુસ્તફાભાઇ શેખ, સોહિલ મેહમુદ શેખ, શરીફ સમંદર બેલીમ, ઈશાક માસુમ બેલીમ ઉર્ફે ગોધરીયાએ ગૌવંશને કત્તલના ઈરાદે ગોંધી રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી ટુંકા દોરડા વડે ધાસચારો પાણી વગર ગોંધી રાખેલ 4 ગૌવંશ વાછરડા કિંમત 20,000/-રૂા. માંસનો જથ્થો 1 કિલો મળી કિંમત 58,000/-રૂપીયાના મુદ્દામાલ સાથે નસરૂલ્લા શેખને ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે શહેરા પોલીસ મથકે પશુ અધિનિયમ અંંતર્ગત ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.