ગોધરા તાલુકાના આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતીમાં છબરડા ગેરરીતિના આક્ષેપ સાથે મહિલા ઉમેદવારો દ્વારા હોબાળો કરી ભરતી રદ કરવા માંગ કરાઈ

ગોધરા, પંચમહાલ જીલ્લામાં આંંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયામાં છબરડો અને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે મહિલા ઉમેદવારો આઈસીડીએસ કચેરી ખાતે પહોંચ્યા હતા. મેરીટમાંં ન આવતા ઉમેદવારો એ અપીલ કરતાં ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા પણ અપીલને ગ્રાહ્ય નહિ રાખતા મહિલા ઉમેદવારો દ્વારા હોબાળો કરી ભરતી રદ કરવા માટે માંગ કરાઈ.

પંચમહાલ જીલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયામાંં ગેરરીતિ આચરી પારદર્શકતા રાખ્યા વગર ભરતી પ્રક્રિયામાંં છબરડા કરવામાં આવ્યા છે. તેવા આક્ષેપ સાથે આંંગણવાડી કાર્યકર અને તેડાગરની ઉમેદવાર મહિલાઓ ગોધરા કચેરી ખાતે પહોંચી હતી અને મેરીટ પ્રક્રિયામાંં ઉમેદવારોને અન્યાય થયો છે. તેવા આક્ષેપ સાથે આઈસીડીએસ કચેરી પહોંચી હતી. મહિલા ઉમેદવારો દ્વારા કહેવાયું હતું કે, એક જ ઉમેદવારનું નામ મેરીટમાં બે વાર દર્શાવવામાંં આવ્યું હતું. મેરીટમાં નહિ આવેલ ઉમેદવારોએ અપીલ કરતા તમામ ઉમેદવારોને સાંભળવા બોલાવવામાં આવ્યા હતા. ઉમેદવારોની અપીલ ગ્રાહ્ય નહિ રાખવામાં આવતાં મહિલા ઉમેદવારોએ હોબાળો કર્યો હતો અને આંંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયા રદ કરવા માંગ કરાઈ હતી.

ગોધરા તાલુકા આઈસીડીએસ કચેરી દ્વારા આંંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયામાં છબરડાના આક્ષેપ અંગે જવાબ આપ્યો હતો કે, આઈસીડીએસ વિભાગમાંં ગેરરીતિ વગર પારદર્શકતા થી ભરતી કરવામાં આવી છે. આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી માટે ઓનલાઈન અરજી બાબતે વિસંગતતાઓ હતી. તેવા 214 ઉમેદવારોને ફરી સાંભળવામાં આવ્યા હતા. મેરીટ લીસ્ટમાં એક ઉમેદવારનું બે વખત નામ બાબતે સીડીપીઓ દ્વારા સ્પષ્ટ કરાઈ કે ઉમેદવાર દ્વારા બે વખત ઓનલાઈન અરજી કરી હતી. શૈક્ષણિક લાયકાત દર્શાવતા બે વખત મેરીટ આવ્યું. કેટલાક ઉમેદવારો દ્વારા ઓનલાઈન અરજીમાં એક વર્ષની આઈટીઆઈ કોર્સને અનુસ્નાતક કેટેગરી દર્શાવીને ભરતી પ્રકિયાની વિરૂદ્ધ હો તેવી અરજી નામંજુર કરી છે. કોઇપણ ગેરરીતિ થઈ નથી. : ગોધરા તાલુકા, સીડીપીઓ…