દાહોદ,ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલીકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની જગ્યાઓ પર ભરતી કરવા માટેની લેખિત પરીક્ષા તા.07.01.2024 ના રોજ સવારના 10:00 થી 1:00 કલાક અને 03:00 થી 6:00 કલાક દરમ્યાન દાહોદ જીલ્લામાં નિયત કરેલ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. જેને ધ્યાને લેતાં પરીક્ષા દરમ્યાન ઝેરોક્ષ સેન્ટરના સંચાલકો દ્વારા ઝેરોક્ષ મશીનનો દૂર ઉપયોગ રોકવા તથા પરીક્ષાર્થી ધ્વારા કોઈ ગેરરીતી આચરવામાં ન આવે તે હેતુસર પ્રતિબંધિત હુકમ બહાર પાડવામાં આવ્યા છે.
અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એ.બી.પાંડોર દ્વારા દાહોદ જીલ્લામાં આવેલ જુદાજુદા પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ મશીનના સંચાલકો દ્વારા પરીક્ષાના સમય દરમ્યાન ઝેરોક્ષ મશીનોનો થતો દુર ઉપયોગ રોકવા સારૂં તા.07.01.2024 નારોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા યોજાનાર લેખિત પરિક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રો પર થતી ગેરરીતીઓ અટકાવવા માટે સવારના 08:00 કલાક થી 18:00 કલાક સુધી ઝેરોક્ષ મશીનો, કોપીયર મશીનનો ઉપયોગ સદંતર બંધ રાખવા ફરમાવવામાં આવે છે. પરીક્ષા કેન્દ્રોની આજુ બાજુ 200 મીટરની ત્રિજ્યામાં આવેલ ઝેરોક્ષ,કોપીયર મશીનના સંચાલકોએ ઉપરોકત હુકમનો અમલ કરવાનો રહેશે.
પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓના પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા સમયે મોબાઈલ ફોન/પેજર, સેલ્યુલર ફોન/કેલ્ક્યુલેટર, સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઈયરફોન, કેમેરા કે અન્ય કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક સાધનોના ઉપયોગ ઉપર પ્રતિબંધ છે. જેથી આવા સાધનો સાથે પ્રવેશ કરી શકાશે નહી કે સાથે પણ લાવી શકાશે નહી. આ હુકમ સરકારી કચેરીઓનાં ઝેરોક્ષ મશીનોને લાગુ પડશે નહી. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ 200 મીટરની ત્રિજ્યામાં અથવા પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે સવારના 08:00 થી 18:00 સુધી માઈક વગાડી શકાશે નહીં.
તા.07.01.2024ના રોજ સવારના સવારના 08:00 કલાક થી 18:00 કલાક સુધી વીજ વિભાગ, બી. એસ.એન.એલ વિભાગ, પાણી પુરવઠા વિભાગ કે અન્ય કોઈપણ સરકારી, અર્ધસરકારી કે ખાનગી સંસ્થા/વ્યકિત ધ્વારા કોઈપણ પ્રકારનું ખોદકામ (Digging)કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. પોલીસ કર્મચારીઓએ કોઈ અઘટિત ઘટના બને તે સિવાય પરીક્ષા કેન્દ્ર/મકાનની અંદર પ્રવેશ કરવાનો રહેશે નહી.
આ જાહેરનામું તા:07.01.2024 ના રોજ સવારના 08:00 કલાક થી 18:00 કલાક સુધી અમલી રહેશે અને સમગ્ર દાહોદ જીલ્લાના મહેસૂલી હદ વિસ્તારમાં લાગુ પડશે. આ હુકમનો અનાદર કે ભંગ કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર સામે ભારતીય દંડ સંહિતા, 1860 ના પ્રકરણ-10 ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.