મહીસાગર,બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજીત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, (આર-સેટી) મહીસાગર દ્વારા લુણાવાડા તાલુકાના લીંબોદરા ગામે સખી મંડળની 35 બહેનોને આત્મનિર્ભર થવા માટે પશુપાલન અને વર્મીકમ્પોસ્ટની નિ:શુલ્ક તાલીમ શરૂ કરવામાં આવી. આ કાર્યક્રમમા સંસ્થાના નિયામક વિશાલ અગ્રવાલ, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક મધવાસના બેંક મેનેજર, „ DRDA કો-ઓડિનેટર ધવલપટેલ અને સંસ્થાના ફેકલ્ટી જયાબેન તાલીમનુ ઉદ્ગાટ્ન કરીને પોતાના પગ પર ઉભારહીને આત્મનિરભર કઇ રીતે બને એ માટે વિશેષ માર્ગદર્શન પૂરૂં પાડીને પ્રોત્સાહન પુરૂ પાડ્યૂ હતું.
ભવિષ્યમાં મહીસાગર જીલ્લાના 18 થી 45 વર્ષના ભાઈઓ માટે જેમાંp„ CCTV Camera, મોબાઈલ રીપેરીંગ, હાઉસ વાયરીંગ જેવી નિ:શુલ્ક તાલીમ પૂરી પાડવામાં આવશે. આ તાલીમ કાર્યક્રમ ટુંક સમયમાં શરૂ થવાની હોવાથી રજીસ્ટ્રેશન પણ શરૂ કરવામા આવ્યા છે અને જે કોઇ ઇછુક ઉમેદવારે લુણાવાડા ખાતે એસ.કે.હાઇસ્કુલની પાછળ ચરેલ રોડ, સાઈ બંગ્લોઝની બાજુમાં સંસ્થાનો સંપર્ક કરવો.