અમરેલી સીટી પોલીસ સ્ટેશનના તત્કાલીન એકાઉન્ટ તથા રાઇટર તરીકે ફરજ બજાવતા બાબુલાલ ચુનીલાલ વસાવા (રહે. ખાડસરા, જી. સુરત) પોતાની ફરજ દરમ્યાન ગતતા. 4/11/12 થી તા. 25/10/16ના સમયગાળા દરમિયાન તથા અગાઉનો તેમના હસ્તક પડેલ મુદ્દામાલ જે કુલ કેસ-58 જેમાં રોકડ રૂા. 3,04,305 તથા અન્ય વસ્તુ/ મુદ્દામાલ જેની કિંમત રૂા. 53,700 મળી કુલ રૂા. 3,58,005 નો મુદ્દામાલ તથા આરોપી ચીમનભાઇ વિરજીભાઇ બારોટ/મકવાણા, તત્કાલીન એકાઉન્ટ રાઇટર હેડ રહે. અમરેલી (નિવૃત્ત બાદ મરણ ગયેલ છે.) એ પોતાની ફરજ દરમ્યાનનો તેમના હસ્તકનો મુદ્દામાલ જે કુલ કેસ-1ર જેમાં રોકડ રૂા. 48,510 તથા અન્ય વસ્તુ/મુદ્દામાલ જેની કિંમત રૂા. 7330 મળી કુલ રૂા. 55,840નો મુદ્દામાલ બન્ને આરોપીઓએ સીટી પોલીસ સ્ટેશનના તત્કાલીન એકાઉન્ટ રાઇટર હેડના ચાર્જ દરમ્યાન મહત્વની ફરજ બજાવેલ અને તેઓ રાજય સેવક તરીકે પોતાની ફરજ અંગે સંપુર્ણ માહિતગાર હોય તેમજ પોલીસ સ્ટેશનના પેન્ડીંગ કેસોનો સરકારી મુદ્દામાલ સાચવવાની તેઓની જવાબદારી હોવા છતાં અલગ અલગ ગુન્હાના કામે કબ્જે લેવાયેલ કિંમતી મુદ્દામાલ , રોકડ રકમ તથા અન્ય મુદ્દામાલ સમયસર કોર્ટમાં જમા નહી કરાવી તેમજ નોટબંધી દરમ્યાન રૂપિયા પાંચસો તથા રૂપિયા એક હજારના દરની જુની નોટો બંધ થઇ ગયેલ હોય તે પોતાની કસ્ટડીમાં રાખી મુદત વિત્યા બાદ રજુ કરી કોર્ટ તથા આર.બી.આઇ.ના હુકમ મુજબ સમયસર નહીં જમા કરાવી ફરજમાં નિષ્કાળજી અને બેદરકારી દાખવી કુલકેસ-70 જેની કુલ રોકડ રકમ રૂા. 3,52,815 તથા અન્ય વસ્તુ/ મુદ્દામાલ કિંમત રૂા. 61,030 મળી કુલ કિંમત રૂા. 4,13,845 ના મુદ્દામાલ ની બન્ને આરોપીઓએ પોતાના અંગત ઉપયોગમાં લઇ ઉચાપત કરી સરકાર સાથે છેતરપીંડી, વિશ્વાસઘાત કરી ગુન્હો કર્યાની ફરિયાદ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.કે. વાઘેલાએ નોંધાવી તપાસ હાથ ધરી છે.