બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડીક્રુઝ હંમેશા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. ઇલિયાના ગયા વર્ષે જ માતા બની હતી. એકટ્રેસે 1 ઓગસ્ટ 2023ના રોજ એક પુત્રને જન્મ આપ્યો હતો. જ્યારથી ઇલિયાનાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે ત્યારથી તેના પાર્ટનર વિશે ચર્ચાઓ થઈ રહી છે. ઇલિયાના તેના પાર્ટનર માઇકલ અને પુત્ર કોઆ સાથે અમેરિકામાં રહે છે.
પુત્રના જન્મ બાદ ઇલિયાનાએ પહેલીવાર ઇન્ટરવ્યુ આપતાં પોતાના પુત્ર અને પાર્ટનર વિશે વાત કરી હતી.ઇલિયાનાએ તેના લગ્ન વિશે ચાલી રહેલી અફવાઓ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જ્યારે લોકો તમારી પીઠ પાછળ તમારા વિશે વાત કરે છે ત્યારે મને તે પસંદ નથી. તે પોતાના વિશે કહેવાતી બાબતોને હેન્ડલ કરી શશકે છે પરંતુ તેના પાર્ટનર અને પરિવાર વિશે વાહિયાત વાતો કરવામાં તે કમ્ફર્ટેબલ નથી.
ઈલિયાનાએ વધુમાં કહ્યું કે, પોસ્ટપાર્ટમ ડિપ્રેશન રિયલ છે, કોઈ તમને તેના માટે તૈયાર નહીં કરી શકે. હું ભાગ્યશાળી છું કે, મારી પાસે ઘરે સપોર્ટ સિસ્ટમ છે અને ડોકટરોની ટીમ છે જે મારી ખાસ કાળજી લે છે. ઇલિયાનાએ આગળ કહ્યું- મને યાદ છે કે હું મારા રૂમમાં હતી અને રડવા લાગી હતી. જ્યારે મારા જીવનસાથીએ મને પૂછ્યું કે હું કેમ રડું છું, તો મેં કહ્યું – કારણ કે, મારો પુત્ર બીજા રૂમમાં સૂઈ રહ્યો છે અને હું તેને મિસ કરી રહ્યો છું.
આના જવાબમાં ઇલિયાનાએ કહ્યું- આવી ઘણી અફવાઓ હતી, તેને રહેવા દઇએ. થોડી મિસ્ટ્રી હોવી જરૂરી છે. સાચું કહું તો, મેં હજી નક્કી કર્યું નથી કે, મારે મારા જીવનના આ પાર્ટ વિશે કેટલી વાત કરવી જોઇએ. મહત્વનું છેકે, ઇલિયાના સોશિયલ મીડિયા પર મધરહુડને વિશે વાત કરતી રહે છે પરંતુ તે તેના પાર્ટનર વિશે વધુ શેર કંઇ કરતી નથી.