કડાણા, કડાણા તાલુકાની માલવણ ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ દ્વારા આ પંચાયતનો વહીવટ અને કામગીરી કરાય છે. આ મહિલા સરપંચ અને તેમના પતિ દ્વારા માલવણ ગ્રુપ ગ્રામ પંચાયતનુ બેંક ખાતુ બેંક ઓફ બરોડા માલવણ શાખામાં હોવા છતાં પણ સક્ષમ અધિકારીની પુર્વ મંજુરી વગર અને પંચાયત સભ્યોને વિશ્વાસ માં લીધા વગર બીજુ બેંક ખાતુ સંતરામપુર અર્બન બેંક માલવણ શાખામાં ખોલાવ્યુ હતુ. આ ખાતામાં સરકારી નાણાં રૂ.2,90,400 જમા કરાવી અને અર્બન બેંકના ખાતામાંથી રૂપિયા 80 હજારનો ચેક કમળાબેનના નામનો અને રૂપિયા એક લાખનો ચેક સરપંચ પતિ કિરણભાઈ સોલંકીના નામનો અને રૂપિયા એક લાખ દસ હજારનો ચેક નેશનલ ટ્રેડર્સના નામનો લખીને આ નાણાં ઉપાડવામાં આવતા સરપંચના પતિ વહીવટ કરતા હોય ને સરપંચના પતિ દ્વારા તેમના નામે પંચાયતના નાણાં ઉપાડતા આ મુદ્દો ગરમાયેલો છે. તેમજ અન્ય નાણાં જે કમળાબેનના નામે અને નેશનલ ટ્રેડર્સના નામે ઉપાડેલ છે તેની તપાસ કરવાની માંગ માલવણ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા તાલુકા વિકકાસ અધિકારી કડાણા અને જિલ્લાના અધિકારીઓને લેખિતમાં માંગણી કરી છે.