દે.બારીઆ સરકારી હોસ્પિટલમાં ખરીદ સમિતિ દ્વારા મોટાપાયે ગેરરિતીની શંકાઓ

દે.બારીઆ, દે.બારીઆ નગરમાં આવેલી રાજવી પરિવાર દ્વારા ગરીબ લોકોને મફતમાં આરોગ્ય સગવડો મળી રહે તેવા ઉમદા વિચાર સાથે દાનમાં આપવામાં આવેલી સરકારી હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિ અંતર્ગત ખરીદ સમિતિ બનાવવામાં આવી છે. સરકાર ગરીબ લોકોની આરોગ્ય સેવાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે તેમાં જવાબદાર તંત્ર દ્વારા સાધનોની ખરીદ પ્રક્રિયામાં મોટાપાયે ગેરરિતી આચરતા હોવાની શંકા જતા દે.બારીઆ નગરના જાગૃત નાગરિક સંજય જવાહર પરમાર દ્વારા માહિતી અધિનિયમ હેઠળ માહિતી માંગતા જવાબદાર તંત્ર દ્વારા ન આપતા તેઓએ સામે નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવાઓ વડોદરાને અપીલ કરવામાં આવી છે. છતાં પણ માહિતી ન મળતા ટુંક સમયમાં આયોગ કચેરી સુધી માહિતી માટે જનાર હોવાની વિગતો મળી છે. આ ખરીદ સમિતિ દ્વારા ખરીદી કરવામાં ભારે ગેરરિતી આચરી હોવાની શંકાઓ સેવાઈ રહી છે. ત્યારે આ સરકાર દ્વારા આપવામાં આવતી કલ્યાણકારી યોજનાઓની રકમ અંગે જો આરોગ્ય કમિશનર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો ગેરરિતી બહાર આવે તેવી શંકા સેવાઈ રહી છે.