સોનીપત, હરિયાણામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ માઈનિંગ કારોબારીઓના ૨૦ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ ઉદ્યોગપતિઓમાં સોનીપતના કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પવાર, તેમના ભાગીદાર સુરેશ ત્યાગી, કરનાલમાં ઈન્ડિયન નેશનલ લોકદળ પાર્ટી માંથી ભાજપમાં જોડાયેલા મનોજ વાધવા અને યમુનાનગરથી આઇએનએલડી નેતા દિલબાગ સિંહ સામેલ છે.
માઈનિંગ કારોબારમાં મની લોન્ડરિંગની તપાસ કરવા ઈડીની ટીમો સવારે યમુનાનગર, સોનીપત, મોહાલી, ફરીદાબાદ, ચંદીગઢ અને કરનાલમાં રેડ પાડી હતી. આ દરમિયાન સ્થાનિક પોલીસની સાથે કેન્દ્રીય સુરક્ષા દળોને પણ તહેનાત કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય પંવારનો રાજસ્થાન ઉપરાંત હરિયાણામાં માઈનિંગનો બિઝનેસ છે. ઈડી હરિયાણામાં આ ત્રણેય નેતાઓના માઈનિંગ બિઝનેસની તપાસ કરી રહી છે. ચોથા વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પવારના બિઝનેસ પાર્ટનર સુરેશ ત્યાગી છે. ઈડીની ટીમ આ ૨૦ સ્થળોએ પહોંચતાની સાથે જ કોઈને પણ ઘર કે ઓફિસમાં જવાની કે બહાર જવાની મંજુરી આપવામાં આવી નથી. ઈડીના અધિકારીઓ ત્યાં દસ્તાવેજોની તપાસ કરી છે.ઈડીએ સોનીપતના સેક્ટર ૧૫માં કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવારના ઘર પર દરોડા પાડ્યા. ઘરની બહાર અર્ધલશ્કરી દળ તહેનાત કરાઇ હતી
ઈડીની ટીમ અર્ધલશ્કરી દળો સાથે સવારે યમુનાનગરના પૂર્વ ધારાસભ્ય આઇએનએલડી નેતા દિલબાગ સિંહના ઘરે પહોંચી હતી. કોઈને અંદર કે બહાર જવાની મંજુરી આપવામાં આવી ન હતી
ઈડીએ યમુનાનગરના પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. દિલબાગ સિંહ ઈન્ડિયન નેશનલ લોકદળ પાર્ટી તરફથી યમુનાનગરના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ ૨૦૧૪માં આઇએનએલડી તરફથી ચૂંટણી લડ્યા હતા, જેમાં તેઓ ભાજપના ઉમેદવાર ઘનશ્યામ દાસ અરોડા સામે હારી ગયા હતા.