તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ઝિલ મહેતાએ આદિત્ય સાથે સગાઈ કરી

મુંબઇ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો શરૂ થયો ત્યારે સોનુની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલી અભિનેત્રી ઝિલ મહેતા માટે નવું વર્ષ ખૂબ જ ખાસ હતું. અભિનેત્રીએ સગાઈ કરી લીધી છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે તેના બોયફ્રેન્ડ આદિત્યએ તેને અલગ રીતે પ્રપોઝ કર્યું હતું જે બાદ ઝીલે તેને હા પાડી હતી. આ દરમિયાન ઝિલ એકદમ ભાવુક દેખાઈ રહી હતી. કપલનો આ ક્યૂટ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ઝિલ મહેતાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સુંદર વીડિયો શેર કર્યો છે. ક્લિપમાં જોઈ શકાય છે કે ઝિલના મિત્રો તેને ટેરેસ પર લઈ જાય છે, જ્યાં તેના બોયફ્રેન્ડ આદિત્યએ તેને પ્રપોઝ કર્યું હતું. ઝીલે પણ હા પાડી અને આદિત્યને ગળે લગાડ્યો. આ દરમિયાન તેના આંસુ પણ દેખાતા હતા. આ પછી કપલે મિત્રો સાથે પાર્ટી કરી અને નવા વર્ષની ઉજવણી કરી હતી.

હાલ આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો ઝીલને અભિનંદન આપી રહ્યા છે. તારક મહેતામાં તેના કો-સ્ટાર એટલે કે ટપ્પુની ભૂમિકા ભજવનાર અભિનેતા ભવ્ય ગાંધીએ પણ કોમેન્ટ કરી છે. સાથે જ ઝિલના ઘણા ચાહકોએ પણ કોમેન્ટ કરી છે. જણાવી દઈએ કે ઝિલ મહેતાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનાલિકા આત્મારામ ભીડે ઉર્ફે સોનુની ભૂમિકા ભજવી હતી.

ઝીલે વર્ષ ૨૦૧૨માં શો છોડી દીધો હતો. ઝિલ પછી, દિશા વાકાણી, ભવ્ય ગાંધી, શૈલેષ લોઢા, નેહા મહેતા અને જેનિફર મિસ્ત્રી સહિત અન્ય ઘણા પાત્રોએ પણ શો છોડી દીધો. આ શોના મેર્ક્સ પણ ઘણા સમયથી વિવાદોમાં છે. હાલમાં, અભિનેત્રી પલક સિંધવાણી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુની ભૂમિકામાં જોવા મળે છે. પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને પોતાના ફોટોઝ શેર કરતી રહે છે.