ગુજરાતમાં એક જ વર્ષમાં ૧૩ પરિવારે સામૂહિક આત્મહત્યા કરી

અમદાવાદ, વિકાસની આંધળી દોટ વચ્ચે ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સા ચિંતાજનહદે વયાં છે. છેલ્લાં એક જ વર્ષમાં ગુજરાતમાં ૧૩થી વધુ પરિવારોએ સામૂહિક આત્મહત્યા જીવન ટૂંકાવ્યુ છે. જેમાં બાળકો સહિત ૪૧ લોકોએ મોતને વહાલું કર્યું છે. આત્મહત્યાના કિસ્સામાં મુખ્યત્વે ફેરિયા,રોજમદારો સહિત ખેતમજૂરો, ખેડૂતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતમાં કેરિયરની ચિંતા, નાપાસ થવાના ડર સહિતના કારણોસર આત્મહત્યા કરનારાં વિદ્યાર્થીઓને સંખ્યાય ઘણી મોટી છે.

આજે કારમી મોંઘવારીમાં કુટુંબની ભરણપોષણ કરવું દોહ્યલુ બન્યુ છે. બેરોજગારીની સમસ્યાએ ફેણ માંડી છે. આ તરફ, આવક ઘટી રહી છે જ્યારે ખર્ચ વધી રહ્યો છે. આ સમાનતાને કારણે મોટા ભાગના પરિવારો આર્થિક સંકડામણનો ભોગ બની રહ્યા છે. સાથે સાથે લોકોને સામાજીક અસુરક્ષાનો ડર સતાવી રહ્યો છે. ઘર નિર્વાહ માટે લોકો દેવુ કરવા મજબૂર બન્યા છે. આ જોતાં વ્યાજના ચક્રકરમાં ફસાઇ જતાં દેવાદાર લોકો નાછૂટકે આત્મહત્યા કરીને જીવન ટુંકાવવાનું પસંદ કરી રહ્યા છે. ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાતમાં આજે આત્મહત્યાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. હાલ અસંગઠિત મજૂરોની દશા દયનીય છે. રોજનુ કમાઇને રોજ ખાનારાં ફેરિયા, લારી પાથરણા વાળા અને રોજમદારોના આત્મહત્યાના કિસ્સામાં ૫૦.૪૪ ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લાં છ વર્ષના આંકડા જોઇએ તો, ૧૬૮૬૨ રોજમદારોએ આર્થિક સંકડામણ, સામાજીક અસુરક્ષા અને ઘટતી આવક-વધતા ખર્ચ જેવા પરિબળને લીધે આત્મહત્યા કરી છે.ખેડૂતો,ખેતમજૂરો,રોજમદારો, શ્રમિકો જ નહીં, વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જેમ કે, કેરિયર, અભ્યાસનો ડર, આથક અસમાનતા, જાતિભેદ, પરિક્ષામાં નિષ્ફળતા જેવા કારણોથી વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે.ગુજરાતમાં છેલ્લાં પાચ વર્ષમાં ૩૭૪૦ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યુ છે. કોંગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએ આક્ષેપ કર્યો કે, ગુજરાતમાં આત્મહત્યાના વધતા કિસ્સા ચિતાજનક છે. સરકાર જીવન ટુંકાવવા મજબૂર લોકોના જીવ બચાવવા માટે સંવેદનશીલતા ય દાખવતી નથી. આવા કિસ્સા ન બને તે માટે સરકાર જયારે ચિંતિત નથી. સરકારે આ દિશામાં સામાજીક, આથક ક્ષેત્રના નિષ્ણાતો, માનસ શાસ્ત્રી ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી કામગીરી કરી અસરકારક પગલાં લેવા જોઇએ.