મુંબઇ, સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની કલકત્તા ટીમ ખરીદી છે. આ એક ટેનિસ ટુર્નામેન્ટ છે જેને સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. આ ટુર્નામેન્ટમા છ ટીમનો સમાવેશ થાય છે. છ માર્ચથી પંદરમી માર્ચ સુધી આ ટુર્નામેન્ટ ચાલશે. ટી૧૦ ટુર્નામેન્ટમાં ટીમ ખરીદવી સૈફ માટે ખૂબ જ સ્પેશ્યલ છે. તેના પિતા મન્સૂર અલી ખાન પટૌડી ક્રિકેટર હતા અને તેની મમ્મી શમલા ટાગોર કલકત્તાની છે.
આથી તેણે કલકત્તાની ટીમ ખરીદી છે. આ ટુર્નામેન્ટમાં અક્ષયકુમારે શ્રીનગરની, હૃતિક રોશને બૅન્ગલોરની, અમિતાભ બચ્ચને મુંબઈની, સૂરિયાએ ચેન્નઈની અને રામચરણે હૈદરાબાદની ટીમ ખરીદી છે. સૈફ અને કરીનાએ જૉઇન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની અમારી આ જર્ની માટે અમે ખૂબ જ ઉત્સુક છીએ. સિટી ઑફ જૉય અને ક્રિકેટ પ્રત્યેનો અમારો પ્રેમ આ પાર્ટનરશિપ દ્વારા જોઈ શકાય છે. અમારી ફૅમિલી લેગસી અને સ્ટેટ સાથેના અમારા કનેક્શનને લઈને કલકત્તાની અમારા દિલમાં ખાસ જગ્યા છે. ક્રિકેટ ટૅલન્ટની નવી જનરેશનને પ્રેરણા આપવા માટે આ ફૉર્મેટ દ્વારા અમે કમિટેડ છીએ.’