- મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર, મંત્રી ભાનુબેન બાબરીયા અને મંત્રી ભીખુસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં 514.45 લાખના ખર્ચે નિર્માણ પામેલ સરકારી કુમાર છાત્રાલય નું લોકાર્પણ કરાયું.
- રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામડાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ દરેક લોકોને મળી રહે તે માટે જ્યાં શાળાઓની જરૂરિયાત હોય ત્યાં શાળાનું નિર્માણ કરી શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે મંત્રી ભાનુબેન બાબરિયા.
- સરકારની અનેક યોજનાના લાભો ડીબીટી મારફત બેંક ખાતામાં મોકલતા વચેટીયાઓથી નાગરિકોને દુર કરવાનું પ્રસંશનિય કામ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ કરાયું છે મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર.
- મંત્રીઓ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત લાભોનું વિતરણ કરાયું.
મહીસાગર,સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગર હસ્તકના ડો. બાબા આંબેડકર ભવન અને સરકારી કુમાર છાત્રાલયનું લોકાર્પણ લુણાવાડા તાલુકાના મોટા સોનેલાં ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર, સામાજીક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા અને રાજ્યકક્ષાના સામાજીક ન્યાય અને અધિકારીતા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેકવિધ લોક કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના માનવીઓને લાભ આપવામાં આવી રહ્યા છે. શિક્ષણ ફક્ત લોકોની જીવનની ગુણવત્તા જ સુધારતું નથી, તે પ્રગતિની તકો પણ પૂરી પાડે છે. પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત બેંકો દ્વારા ઘરે ઘરે જઇ નાગરિકોના બેંકના ખાતા ખોલાવ્યા છે. જેથી આજે દરેક નાગરિક બેંક અને ટેકનોલોજીથી અવગત થયા અને સરકારની અનેક યોજનાના લાભો ડીબીટી મારફત બેંક ખાતામાં મોકલતા વચેટીયાઓથી નાગરિકોને દુર કરવાનું પ્રસંશનિય કામ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ કરાયું છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારી કુમાર છાત્રાલય થકી મહીસાગર જીલ્લામાં અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તેમજ ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી રહેશે. આ છાત્રાલયમાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે રહેવા/જમવાની સગવડ સરકાર દ્વારા પુરી પાડવામાં આવનાર છે. જેથી મહીસાગર જીલ્લાના સંતરામપુર, કડાણા જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી આવતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ ન પડે તે માટે સરકાર પ્રયત્નશીલ છે.
આ પ્રસંગે સામાજીક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, કોઈ પણ સમાજ શિક્ષણથી વંચિત હોય તો તે સમાજનો વિકાસ થતો નથી માટે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામડાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ દરેક લોકોને મળી રહે તે માટે જ્યાં શાળાઓની જરૂરિયાત હોય ત્યાં શાળાનું નિર્માણ કરી શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા છાત્રાલયમાં રેહવાની અને જમવાની શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડવામાં આવે છે. જેના થકી દિકરીઓનું શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને દરેક છાત્રાલયમાં કોઈ પણ ભેદભાવ વગર મેરીટના આધારે વિધ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.
આ પ્રસંગે રાજ્યકક્ષાના સામાજીક ન્યાય અને અધિકારીતા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમારએ જણાવ્યું હતું કે, ડો.બાબા આંબેડકર ભવન અનુસૂચિત જાતિ ઉપરાંત અન્ય જાતિના લોકો પોતાની વંશપરંપરાગત સામાજીક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને જાહેર કાર્યક્રમો એક જ સ્થળે કરી શકે તે હેતુથી ભવનનો ઉપયોગ થઈ શકશે. આમ, ડો.બાબા આંબેડકર ભવન સામાજીક સમરસતાનું એક શ્રેષ્ઠ પ્રતિક બની રહેશે. મહીસાગર જીલ્લામાં અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે લુણાવાડામાં સરકારી કુમાર છાત્રાલયમાં 100 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવે છે. જેમાં વિદ્યાર્થીઓ માટે 16 રૂમો, કોમન રૂમ-01, રસોડું, ડાઇનીંગ હોલ, બેડરૂમ-01, કોમ્પ્યુટર રૂમ-01, વિઝીટર રૂમ-01 ,દિવ્યાંગ માટે રૂમ-01, વોર્ડન ઓફિસ, સિક્યોરિટી રૂમ, ઇલેક્ટ્રીક રૂમ, વિગેરે જેવી આધુનિક સુવિધાઓ કરવામાં આવેલ છે. મંત્રીઓ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત લાભોનું વિતરણ કરાયું.
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર,અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક રચિત રાજ, જીલ્લા કલેકટર ભાવિન પંડ્યા, જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પૂર્વ ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક, પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ માલીવાડ, અગ્રણી દશરથભાઇ બારીયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.