ગોધરા,નાયબ બાગાયત નિયામકની કચેરી,ગોધરા અને એલેમ્બીક સી.એસ.આર ફાઉંડેશનના સંયુક્ત ઉપક્રમે હાલોલ તાલુકાના પાનેલાવ ખાતે એક દિવસીય અર્બન હોર્ટીકલ્ચર કિચન ગાર્ડન વિષય પર તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં તાલીમ વિષય નિષ્ણાંત ડો. યાદવ તેમજ નાયબ બાગાયત નિયામકની કચેરી ગોધરાના અધિકારી દ્વારા ઉપસ્થિત રહેલ તમામ અરજદારોને ટેરેશ ગાર્ડન, રૂફ ટોપ ગાર્ડન, કિચન ગાર્ડન, વર્ટીકલ ગાર્ડન વગેરે વિષયો પર તાલીમ આપવામા આવી હતી.
આ સાથે અરજદારોને લીંબુના રોપા તથા અળસીયાના ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં પાનેલાવ સરપંચ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.