ગોધરા,ગોધરા તાલુકા સેવા સદન કચેરી ખાતે ગ્રામ્ય વિસ્તાર માંંથી જે અરજદારોને રેશનકાર્ડમાં અનાજ ન મળતું હોય તેવા અરજદારો ડોકયુમેન્ટ વેરીફિકેશન કરવા માટે સવારથી લાઈનમાં ઉભા હતા પરંતુ કર્મચારીઓ હાજર નહિ રહેતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો.
ગોધરા તાલુકા સેવા સદન કચેરીમાં રેશનકાર્ડમાં અનાજ ન મળવાના કારણે ગ્રામ્ય વિસ્તારોના અરજદારો પોતાના ફોર્મ વેરીફિકેશન માટે તેમજ રેશનકાર્ડમાંં નામ દાખલ કરવા માટે અને કમી કરવા માટે વહેલી સવારથી અરજદારો મોટી સંખ્યામાં લાઈનમાં ઉભા રહ્યા હતા. અરજદારોની લાંંબી લાઈન લાગેલ હોય છતાં તાલુકા સેવા સદનમાંં ફરજ બજાવતા કર્મચારીઓ લંચમાં ચાલ્યા ગયા હતા અને બે કલાક સુધી કર્મચારી નહિ આવતાં ગ્રામ્ય વિસ્તારમાં આવતાં ગ્રામજનોને ભુખ્યા તરસ્યા લાઈનમાં ઉભા રહીને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. અરજદારોમાં કર્મચારી પ્રત્યે ભારે રોષની લાગણી જોવા મળી હતી.