નવીદિલ્હી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ’હિટ એન્ડ રન’ કાયદામાં નવી દંડની જોગવાઈને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કોઈની પણ સલાહ લીધા વિના એકપક્ષીય રીતે ’તુગલકી કાયદો’ બનાવવાનું કામ બંધ કરવું જોઈએ. ટ્રક ડ્રાઈવરો ’હિટ એન્ડ રન’ (કોઈને વાહન સાથે અથડાવીને ભાગી જવા)ને લઈને હડતાળ પર ઉતરી ગયા હતા.
ઘણા રાજ્યોમાં ટ્રક ડ્રાઈવરોના ભારે વિરોધને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ મંગળવારે કહ્યું કે ’હિટ એન્ડ રન’ સંબંધિત દંડની જોગવાઈઓ ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (એઆઈએમટીસી) સાથે ચર્ચા કર્યા પછી જ લાગુ કરવામાં આવશે.એઆઇએમટીસીના પ્રતિનિધિઓ સાથેની બેઠક બાદ તેમણે આ ટિપ્પણી કરી હતી.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર પોસ્ટ કર્યું, “ડ્રાઈવર્સ આપણી અર્થવ્યવસ્થા અને પ્રગતિના પૈડા છે. તેઓ કઠિન જીવનશૈલી સાથે કામ કરે છે, ખૂબ ઓછા પૈસામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે. કાયદો અને વ્યવસ્થા તેમના પ્રત્યે માનવીય હોવી જોઈએ.’’ તેમણે કહ્યું, ’’દરેક જીવન કિંમતી છે. દરેકનું રક્ષણ કરવું એ સરકારની ફરજ છે. કાયદાનો હેતુ સામાન્ય માણસનું જીવન સરળ, સલામત અને ન્યાયી બનાવવાનો છે અને લાખો લોકોને જુલમ, ગેરવસૂલી, કેદ અને નાણાકીય નાદારી તરફ ધકેલવાનો નથી.
કોંગ્રેસના મહાસચિવએ કહ્યું, તુઘલકી કાયદો બનાવવાનું કામ એક્તરફી, પરામર્શ વિના અને વિપક્ષને સામેલ કર્યા વિના, બંધ કરવું જોઈએ. કોંગ્રેસે મંગળવારે ’હિટ એન્ડ રન’માં કડક જોગવાઈ સામે ટ્રક ડ્રાઈવરોના પ્રદર્શનને સમર્થન આપ્યું હતું. પાર્ટીએ કહ્યું કે આ કાયદાનો ’ખંડણી રેકેટ’ અને ’સંગઠિત ભ્રષ્ટાચાર’ માટે દુરુપયોગ થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રનને લઈને પસાર કરવામાં આવેલા નવા કાયદાના વિરોધમાં ડ્રાઈવરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. નવા કાયદામાં ’હિટ એન્ડ રન’ રોડ અકસ્માતના કેસમાં ૭ લાખ રૂપિયાના દંડ અને ૧૦ વર્ષની જેલની જોગવાઈ છે. જેને લઈને ટ્રક ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મંગળવારે સમગ્ર દેશમાં પરિવહન વ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી. ડ્રાઇવરોએ ટ્રક, ટેક્ધર અને બસો રસ્તા પર છોડી દીધી હતી. ઘણી જગ્યાએથી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણના અહેવાલો પણ મળ્યા હતા.