લોક્સભાની ૨૬ બેઠકો જીતવા ૮ નેતાઓને જવાબદારી સોંપાઇ: ૬ઠ્ઠીએ કમલમમા બેઠક

ગાંધીનગર, લોક્સભા ૨૦૨૪ને યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સતરંજ ગોઠવવામાં આવી રહી છે. તેના ભાગરુપે ૨૬ બેઠકોને ૩ જૂથમાં વહેંચી દેવામાં આવી છે. આ માટે ૮ નેતાઓને જવાબદારીઓ સોંપાઈ ચુકી છે. ભાજપ દ્વારા ગુજરાતમાં લોક્સભાની ૨૬ માંથી ૨૬ બેઠક જીતવા માટે રણનીતિ બનાવવાની શરૂઆત કરી છે. જેમાં ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૨૬ બેઠકોને ૩-૩ ના ક્લસ્ટર જૂથ બનાવાયા છે.

જેમાં ૨૬ લોક્સભા બેઠક માટે અલગ અલગ બેઠક પર અલગ અલગ વરિષ્ઠ પદાધિકારીઓને જવાબદારી નક્કી કરવામાં આવી છે. જેમાં પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, નરહરિ અમીન, આર.સી.ફળદુ, કે.સી.પટેલ. બાબુભાઈ જેબલીયાને જવાબદારી સોંપવામાં આવી છે. જેની આગામી ૬ જાન્યુઆરી મહત્ત્વની બેઠક મળશે. જેમા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ ૨૫ જાન્યુઆરીથી ૨૫ માર્ચ સુધી રામ મંદિરમાં એક મેગા અભિયાન ચલાવવામાં આવશે. રામ મંદિરના દર્શન કરવા ઈચ્છુક લોકોની મદદ માટે પાર્ટી દરેક સંભવ પ્રયાસ કરશે. આ ઉપરાંત બૂથ કાર્યકરોને રામ મંદિરના દર્શન કરવા માંગતા લોકોનો સંપર્ક કરવા અને મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે. છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયાસ કરવામા આવશે.

પ્રદીપ સિંહ જાડેજા – વડોદરા, છોટાઉદેપુર, ભરૂચભૂપેન્દ્ર સિંહ ચુડાસમા – ભાવનગર, જૂનાગઢ, અમરેલીઆર સી ફળદુ – રાજકોટ, જામનગર, પોરબંદરનરહરિ અમીન – ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદઅમિત ઠાકર – બનાસકાંઠા ,પાટણ ,કચ્છબાબુભાઈ જેબલિયા – સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠાકે સી પટેલ – અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ , ગાંધીનગરજ્યોતિબેન પંડ્યા – સુરત નવસારી વલસાડ, બારડોલી.

તાજેતરમા ભાજપની એક મહત્વની બેઠક મળી હતી. જે દરમિયાન ભાજપ કાર્યર્ક્તાઓએ ચૂંટણીને લઇને નવો નારો આપ્યો છે. તીસરી બાર મોદી સરકાર, અબકી બાર ૪૦૦ પાર.આપવામા આવયુ છે. લોક્સભા ક્ષેત્ર માટે નવા પદાધિકારીઓની જાહેરાત જલ્દી કરવામાં આવશે. તો આ બેઠકમાં રામ મંદિરને લઇને પણ રણનીતિ આખરી કરવામાં આવી હતી.