ગોધરા,
પંચમહાલના પાવાગઢ ખાતે વડાપ્રધાનની મુલાકાત દરમિયાન પાવાગઢ મંદિરના ધ્વજારોહન સહિત જીલ્લાના અનેક વિકાસના કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઈ-લોકાર્પણમાં ગોધરાની નવિન જીલ્લા પંચાયત ભવનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે પંચમહાલ જીલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા વડાપ્રધાનના હસ્તે થયેલ ઈ-લોકાર્પણ વાળી જીલ્લા પંચાયતની નવિન બિલ્ડીંગનું લોકાર્પણ કથા કરી કરશે કે રીબીન કાપશે તે જોવું રહ્યું.
પાવાગઢ ખાતે 18 જુનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત માટે આવ્યા હતા. ત્યારે પાવાગઢ નીજ મંદિરના શિખર ઉપર ત્રણ દાયકા બાદ ધ્વજારોહણ તેમના વરદ્દહસ્તે કરવામાં આવ્યું હતું. સાથે પંંચમહાલ જીલ્લાના વિવિધ વિકાસના કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં ગોધરા ખાતે નિર્માણ થયેલ જીલ્લા પંચાયતના બિલ્ડીંગનું જે રૂપીયા 23.5 કરોડના ખર્ચે તૈયાર થયું છે. તેવા બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ વડાપ્રધાનના વરદ્દહસ્તે કરવામાં આવ્યું હતું. ગોધરા ખાતે નિર્માણ થયેલ જીલ્લા પંચાયત ભવનના નવા બિલ્ડીંગ એક જ કંપાઉન્ડમાં એક સરખી અધ્યતન ડીઝાઈનું જળ સંચય પાણી પુરવઠો, ગટર નિકાલ, વિજળીકરણ, લીફટ, રસ્તા, કંપાઉન્ડ વોલ, ફર્નિચર કોન્ફરન્સ હોલ, બાગ બગીચોની આધુનિક સગવડો સાથે બનાવવામાં આવ્યું છે. ગોધરા ખાતે નવિન જીલ્લા પંચાયત બિલ્ડીંગ કરોડોના ખર્ચે બન્યું છે. તેનું ઈ-લોકાર્પણ વડાપ્રધાન પાવાગઢ પ્રવાસ દરમિયાન કરવામાં આવ્યું છે. ત્યારે હવે જીલ્લા પંચાયતના નવા બિલ્ડીંગને જાહેર જીવનના અને સરકારી કામકાજ અર્થે ખુલ્લુ મુકતા પહેલા આ નવિન બિલ્ડીંગનું ઉદ્દધાટન કરવા માટે પંચમહાલ જીલ્લા પંચાયતના પ્રમુખ કામીનીબેન સોલંકી આ નવિન જીલ્લા પંચાયત બિલ્ડીંગનું જનતા માટે ખુલ્લુ મુકતા પહેલા આ નવિન બિલ્ડીંગનું લોકાર્પણ કેવી રીતે કરવું તેની વિચારણા કરવા લાગ્યા છે. ત્યારે શું જે નવિન જીલ્લા પંચાયત બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ્દહસ્તે કરવામાં આવ્યું છે. ત્યારે હવે આ નવિન જીલ્લા પંચાયત બિલ્ડીંગમાં કથા પૂજા કરાવાશે કે પછી રીબીન કાપીને જનતા માટે ખુલ્લુ મુકવામાં આવશે. તે આવનાર સમયમાં સામે આવશે.