સુહાના ખાન અને અગસ્ત્ય નંદા વચ્ચે ઈલુ ઈલુ ચાલી રહ્યું છે ?

મુંબઇ, બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મોએ વર્ષ ૨૦૨૩માં બોલિવુડમાં જોરદાર કમબેક કર્યું છે. શાહરૂખ ખાનની બેક ટુ બેક ત્રણ ફિલ્મો હિટ રહી હતી. વર્ષ ૨૦૨૩ શાહરૂખ ખાન માટે ખૂબ જ ખાસ હતું અને એક વધુ કારણ તેની પુત્રી સુહાના ખાનનું ડેબ્યુ હતું.

સુહાના ખાને ફિલ્મ ’ધ આર્ચીઝ’થી એક્ટિંગની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. આ સાથે સુહાના ખાનના અફેરના સમાચાર પણ આવવા લાગ્યા હતા. કિંગ ખાનની પુત્રી સુહાના ખાનનું નામ અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા સાથે જોડાવા લાગ્યું. બંને ફિલ્મ ’ધ આર્ચીઝ’માં પણ સાથે જોવા મળ્યા હતા.

હાલમાં તેમના મિત્ર મિહિર આહુજાએ સુહાના ખાન અને અગસ્ત્ય નંદા પર પ્રતિક્રિયા આપી છે. એક ઈન્ટરવ્યુમાં વાત કરતી વખતે મિહિર આહુજાએ કહ્યું કે તે સુહાના ખાન અને અગસ્ત્ય નંદાના ડેટિંગ સ્ટેટસ વિશે ચોક્કસ નથી. મિહિર આહુજાના આ નિવેદન બાદ હવે તેમના અફેરના સમાચારો પર સવાલો ઉભા થયા છે.

ફિલ્મ ’ધ આર્ચીઝ’ ઘણા કારણોસર ચર્ચામાં રહી હતી. સુહાના ખાન અને અગસ્ત્ય નંદાની ફિલ્મ ’ધ આર્ચીઝ’ના ઘણા રોમેન્ટિક સીન્સ પણ વાયરલ થયા હતા.

આ ફિલ્મમાં અગસ્ત્ય નંદા અને સુહાના ખાન વચ્ચેનો લિપ ક્સિ સીન વાયરલ થયો હતો. અગસ્ત્ય નંદા અને સુહાના ખાનનો આ વીડિયો તેમના ફેન્સ દ્વારા ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે.