ગોધરા પાલિકાના કોન્ટ્રાકટરને 1.27 કરોડનો કચરો તો હટાવ્યો પણ કચરાના ઢગ ત્યાં ના ત્યાં જ.

ગોધરા પાલિકાના કોન્ટ્રાકટર(Contracto)ને 1.27 કરોડનો કચરો તો હટાવ્યો પણ કચરાના ઢગ ત્યાં ના ત્યાં જ.

ડમ્પીંગ સાઇડ પર ખાતર બનાવવાનો પ્લાન્ટ ચાલુ થયો જ નથી.

કોન્ટ્રાકટર(Contracto)ને રૂ.1.27 કરોડમાં 7 એકર પરથી કચરા હટાવવાની કામગીરી સોપવામાં આવી હતી

ગોધરા શહેરનો ચારેકોર વિકાસ થઇ રહ્યો છે. કૂદકે ને ભૂસકે વસ્તી વિસ્તાર વધતા રોજિંદા ઘરગથ્થુ કચરમાં પ્લાસ્ટીક, કાગળ, લોખંડ, એંઠવાડ, કાટમાળ, ઇલેક્ટ્રીક સામાન સહિત નગર પાલિકાના સફાઇ કર્મીઓ તથા ડોર ટુ ડોર વાહન દ્વારા એકત્રિત કરીને હમીરપુર ગામ પાસે 21 એકરનું લેન્ડફીલ સોલીડ વેસ્ટ સાઇટ નિર્માણ કરાઇ છે. લેન્ડફીલ સાઇડ પર રોજ શહેરમાંથી 50 હજાર કિલો કચરો વાહનો મારફતે ઠાલવવામાં આવે છે. જેથી લેન્ડફીલ સાઇડ પર કચરાના મોટા ડુંગર થઇ ગયા હતા. તેમજ પશુઓ પ્લાસ્ટીકની થેલીઓ ખાતા બીમાર પડે છે.

સાથે કચરો સળગાવતા ધુમાડાથી રહીશોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામા઼ તકલીફ પડતી હતી. ત્યારે આ ડમ્પિંગ સાઇડ કચરો દુર કરવા સરકારે ગ્રાન્ટ ફાળવતા પાલિકા દ્વારા કોન્ટ્રાકટર(Contracto)ને રૂ.1.27 કરોડમાં 7 એકર પરથી કચરા હટાવવાની કામગીરી સોપવામાં આવી હતી. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા કચરો જમીનમાં દબાવી દીધો હોવાના આક્ષેપ પણ ઉઠયા હતા. ત્યારે કચરા ઉઠાવવાનો રૂ.1.27 કરોડ તથા ઘરે ઘરેથી કચરો એકત્રિત કરનાર ડોર ટુ ડોર કોન્ટ્રાકટરને માસીક રૂ.12 લાખ પાલિકા ચુકવી રહી છે. ત્યારે કચરામાં ભ્રષ્ટાચારની શકયતાઓ સેવાઇ રહી છે.

આ પણ વાંચો : ગોધરા કસ્બાની નોંધ 73417, 73418 દલાલો થી મંજુર ન થતા મોટા માથાઓના પ્રાંતમાં આટા-ફેરા શરૂ.

આક્ષેપ બાદ સેનેટરી વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી હતી. કોન્ટ્રાકટરે(Contracto) ખાડામાં 40 જેટલા ટ્રેકટર નાખી દીધા હોવાનું જણાઇ આવતા નોટીસ આપવામં આવી હતી. ત્યારે ડમ્પિંગ સાઇડ પર સ્વચ્છતાના નામે આવતી ગ્રાન્ટથી પાલિકાને ફાયદો કે કોન્ટ્રાકટરને થયો તે તપાસનો વિષય બન્યો છેડમ્પીગ સાઇડ પરની 7 એકરની જમીન પરનો કચરો રૂ.1.27 કરોડનો ખર્ચ કરીને સાફ કરવામાં આવ્યો છે. કોન્ટ્રાકટર(Contracto) દ્વારા ખાડામાં કચરો ઠાલવી દેતા તેને નોટીસ આપીને કચરો બહાર કાઢીને લઇ જવા જણાવ્યું છે. ડમ્પીંગ સાઇડ પર ખાતર બનાવવાનો પ્લાન્ટ ચાલુ થયો જ નથી. તેનો શેડ તથા સાધનોની ચોરી થઇ ગઇ છે.