મલાઈકાનો પુત્ર રવિના ટંડની દિકરીને ડેટ કરી રહ્યો છે ?

મુંબઇ, અરબાઝ ખાન અને મલાઈકા અરોરાનો પુત્ર અરહાન ખાન સ્પોટલાઈટથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે. તાજેતરમાં, તેણે પિતા અરબાઝ ખાન અને શૂરા ખાનના લગ્ન દરમિયાન ઘણી હેડલાઇન્સ બનાવી હતી. તેના લગ્નમાં તેના પિતા સાથે ગાતા અને પછી ગિટાર વગાડતા જોવા મળ્યો હતો, તેની નવી માતા સાથે ડાન્સ કરતો દેખાયો હતો, અરહાનની દરેક ઝલક લોકોના તેના ચાહકોનું ધ્યાન હોય છે.ત્યારે હાલમાં જ અરહાન રવિના ટંડનની પુત્રી રાશા સાથે જોવા મળ્યો હતો. બન્ને સ્ટાર કિડ્સ કેમેરાથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જે બાદ બન્નેના અફેરની ચર્ચા એ જોર પકડ્યુ છે. વાસ્તવમાં તેની પાછળનું કારણ એક વાયરલ વીડિયો છે.

એક વીડિયોમાં બંનેને સાથે જોયા બાદ આ ચર્ચાએ જોર પકડ્યું છે. બંને ઉતાવળમાં હોય તેમ લાગે છે અને કેમેરાથી બચીને એક જ કારમાં બેસી જાય છે. જો કે તેમના અફેર વિશે કંઈપણ કન્ફર્મ નથી થયું, પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ તેમના ડેટિંગ વિશે વાત કરતા જોવા મળે છે. જોકે હાલમાં જ અરબાઝ ખાનના મેરેજમાં રાશા અને રવિના ટંડન ખાસ મહેમાન બનીને આવ્યા હતા.