સાઉદી ક્રાઉન પ્રિન્સ સલમાનના શાસનમાં દેહાંતદંડના કેસ વધ્યા 

ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં એક તરફ જ્યાં સાઉદી અરબ પોતાની રૂઢિગત છબી માંથી બહાર આવી રહ્યું છે તો બીજી બાજુ શરીયા કાનૂન હેઠળ સાઉદીમાં ફાંસીના કેસ પણ સતત વધી રહ્યા છે. સ્થિતિ એવી છે કે, ઈસ્લામિક દેશમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ 4 લોકોને ફાંસી આપવામાં આવી હતી. સાઉદી અધિકારીઓએ ફાંસીની સજાના આંકડા જાહેર કરતાં કહ્યું છે કે સાઉદી અરબમાં 2023માં 170 લોકોને ફાંસીની સજા આપવામાં આવી છે. આ આંકડો ગત વર્ષના આંકડા કરતાં ઘણો જ વધારે છે.

મીડિયા રિપોર્ટ મુજન. વર્ષ 2022માં સાઉદીમાં કુલ 147 દોષિતોને ફાંસીની સજા આપવામાં આવી હતી, માનવધિકાર કાર્યકર્તા સાઉદી અરબમાં ફાંસીની સજાના વધતાં આંકડાની ટીકા કરી રહ્યા છે. એવામાં સાઉદીમાં ફાંસીના સતત વધતાં આંકડા ચિંતાજનક છે. વર્ષ 2019માં સાઉદી અરબમાં રેકોર્ડ બ્રેક 187 લોકોને ફાંસી આપવામાં આવી હતી.

સાઉદી અરબની સરકારી ન્યૂઝ ચેનલે ગૃહ મંત્રાલયના નિવેદનનો હવાલો આપતા કહ્યું છે કે રવિવારે જે 4 લોકોને ફાંસી આપવામાં આવી છે તેમને હત્યા કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

ફાંસી આપવામાં આવેલ 4 શખ્સો માંથી બે શખ્સોને ઉત્તર પશ્ચિમી શહેર તાબુકમાં, એકને રાજધાની રિયાધમાં અને એકને દક્ષિણ પશ્ચિમમાં જાજાનમાં ફાંસી આપવામાં આવી છે. 2023 દરમિયાન જે લોકોને ફાંસી આપવામાં આવી છે તેમાં 33 કેસ આતંકવાદ સંબંધિત હતા. બે સૈનિકો પર દેશ દ્રોહ માટે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. જેમને પણ ફાંસી આપવામાં આવી હતી. ડિસેમ્બરના મહિનામાં સૌથી વધુ 358 લોકોને ફાંસી આપવામાં આવી હતી.

એક આંતરરાષ્ટ્રીય સ્વયંસેવી સંસ્થાના જણાવ્યા અનુસાર 2022માં સાઉદી અરબમાં ચીન અને ઈરાનને બાદ કરતાં અન્ય કોઈપણ દેશની સરખામણીમાં સૌથી વધુ લોકોને ફાંસી આપવામાં આવી છે.

ફાંસી આપવામાં આખી દુનિયામાં કુખ્યાત સાઉદી અરબએ માર્ચ 2022માં એક જ દિવસમાં 81 લોકોને ફાંસી આપી હતી. જેની સમગ્ર દુનિયામાં આકરી ટીકા કરવામાં આવી હતી. માનવધિકાર કાર્યકર્તાએ સાઉદીના આ નિર્ણયની ખૂલીને ટીકા કરી હતી.

તો, સાઉદી અધિકારીઓનું માનવું છે કે ફાંસી શરિયા કાનૂન, કુરાનની શિક્ષા પર આધારીત ઇસ્લામી કાનૂન સંહિતા અને જાહેર વ્યવસ્થા જાળવી રાખવા માટે જરૂરી છે.