દાહોદના કાંકરા ડુંગરી પ્રા.શાળામાં 25 બાળકોને ગરમ ચાદરો વિતરણ કરાઈ

દાહોદ, કાંકરી ડુંગરી પ્રાથ.શાળાનાં જરૂરીયાતમંદ બાળકોને ઠંડી થી રક્ષણ મળે તે હેતુથી ગરમ ચાદરો 25 જેટલા બાળકોને રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદનાં સદસ્યો દ્વારા આપવામાં આવ્યા. વિશ્ર્વસ્તરીય સેવા સાથે સંકળાયેલ રોટરી સેવાનાં વિવિધ આયામો થકી સમાજમાં જરૂરિયાતમંદોને સેવા થકી સહયોગ કરે છે. રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદના પ્રમુખ હીરાલાલ સોલંકીએ બાળકોને અભ્યાસમાં રૂચિ રાખી શાળા,પરિવાર અને સમાજનું નામ રોશન કરવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા ક્લબનાં રતનસિંહ બામણિયા, દેવાભાઇ રાઠોડ, મંગુભાઇ પારગી, વાસુભાઈ મંગલાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય મહેશભાઈ ડામોરે અને આભાર શાળાના શિક્ષિકા પારૂલબેન ગડરિયા દ્વારા કરી કાર્યક્રમનું સમાપન કરાયું હતું.