દેવગઢબારિયા નગરમાંથી ગેરકાયદેસર રેતી ભરી જતા બે હાઈવા ડમ્પર ને મામલતદારે ઝડપી પાડતા રેતી માફિયાઓ ફફડાટ

  • સફેદ રેતીનો કાળો કારોબાર તાલુકામાં ફૂલ્યોફાલ્યો.
  • તાલુકાના અનેક ગામોમાં રાત્રિના સમયે મોટા પાયે ચાલતો રેતીનો કાળો કારોબાર.
  • સ્થાનિક તંત્રએ બે ગેરકાયદેસર વગર પાસ પરમીટે ભરી જતા હાઈવા ડમ્પર ઝડપી પાડતાં ફફડાટ.

દાહોદ,
દેવગઢ બારીયા તાલુકામાં ગેરકાયદેસર સફેદ રેતીનો કાળો કારોબાર ફૂલ્યોફાલ્યો છે. ત્યારે રેતી માફિયાઓ ને જાણે મોકળું મેદાન મળ્યું હોય તેમ બેરોકટોક ગેરકાયદેસર મોટાપાયે રેતી ખનન કરતા બે હાઈવા ડમ્પર સ્થાનિક તંત્રએ ઝડપી પાડતાં રેતી માફિયાઓ ફફડાટ ખનીજ વિભાગની પોલ ખુલ્લી હોય તેમ.

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકા મા થી પસાર થતી પાનમ તેમજ ઉજળ નદીના પટમાંથી તાલુકાના ભુલવણ, બૈણા જુના બારિયા, ઉચવાણ, લવારીયા, નાથુડી રાતડીયા, રામા, ચેનપુર જેવા ગામોમાંથી મોટા પાયે સફેદ રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો હોય તેમ જોવાઈ રહ્યું છે. ત્યારે રેતી માફિયાઓ દ્વારા હાલમાં નદીના પટ્ટ સિવાય નજીકમાં આવેલા ખાનગી સર્વે નંબરના ખેતરમાં પણ આ રેતી માફિયાઓ દ્વારા મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન કરવા માટે આડેધડ ખોદકામ કરતા અનેક જમીન ધોવાણમાં જાય તેમ જોવાઈ રહી છે. ત્યારે કેટલાક માથાભારે રેતી માફિયાઓ દ્વારા ખેડૂતોને ધાક-ધમકી આપી કે પછી અન્ય કોઈ રીતે ખેતરોમાં ખોદકામ કરતા હોવાનું સ્થાનિક લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે અને સરકારી તેમજ ખાનગી જમીનમાંથી ગેરકાયદેસર રીતે મોટા પાયે રોજની હજારો ટન રેતી વહન થતી હોય તેમ જેને લઇ આ રેતી માફિયાઓ ઉપર કોઈ રાજકીય ગોડફાધરનો હાથ હોવાનું પણ સ્થાનિક લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. ત્યારે લાગતું વળગતું તંત્ર પણ આ ગેરકાયદેસર રેતી ખનન અટકાવવાની જગ્યાએ આંખ આડા કાન કરતું હોય તેમ કે પછી અજાણ જેવા અનેક સવાલો ત્યારે ગત તારીખ 24જૂન રોજ દેવગઢ બારિયા મામલતદાર દ્વારા સમીડી સર્કલ પાસે બે હાઈવા ડમ્પર નંબર એમપી.45.એચ.0423 તેમજ એમએચ.18.બીજી.8385 ને ઝડપી પાડી તપાસ હાથ ધરતા બંને ડમ્પરમાં કોઈપણ જાતની પાસ પરમીટ વગર ઓવરલોડ રેતી ભરી જતા ઝડપાઈ ગયેલ ત્યારે બંને રેતી ભરેલા ડમ્પરને ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે મામલતદારની આ કાર્યવાહીને લઇને અન્ય ગેરકાયદેસર રેતી વહન કરતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અને રાત્રીના રેતી ખનન કરતા રેત માફિયાઓમાં પણ જાણે નાસભાગ મચી ગઇ હોય તેમ જોવાઈ રહ્યું હતું. ત્યારે સ્થાનિક તંત્રની આ કાર્યવાહીને લઇને ખનીજ વિભાગની પોલ ખુલ્લી હોય તેમ જોવાઈ રહ્યું છે. ત્યારે ખનીજ વિભાગ ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયાઓ પર સકંજો કસશે કે પછી ચલતા હૈ ચલને દો ની નીતિ અપનાવશે તે જોવાનું રહ્યું.

દેવગઢ બારીયા તાલુકા માંથી રોજની હજારો ટન ગેરકાયદેસર રેતી વહન થઇ રહી છે. ત્યારે આ રીતે વહન કરતા વાહનો ઉપર વાહન પાર્સિંગના આરટીઓ નંબર વાહનની આગળ કે પાછળ બંને જગ્યાએ જોવા મળતા નથી અને દરેક વાહન નંબર વગરના જ ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારે કેટલીકવાર નાના મોટા અકસ્માત સર્જી આ વાહનચાલકો પોતાનું વાહન લઈને ભાગી જતા હોય છે. જેમાં કેટલીક વાર એક સરખા વાહનો હોવાના કારણે ત્યારે નંબર ન હોવાના કારણે અકસ્માત સર્જીને ભાગેલું વાહન પકડવામાં અનેક મુશ્કેલીઓ ઊભી થવા પામી છે. ત્યારે આ વિસ્તારમાં આરટીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો વગર નંબરના અનેક વાહનો ઝડપાય તેમ છ.ે તેમજ નંબર વગરના વાહનોના કારણે એક જ ડમ્પરની લીધેલી પાસ અન્ય ડમ્પર ઉપર પણ ચલાવતા હોય તેમ છે.