નાયબ બાગાયત નિયામક ખેડા દ્વારા સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ હેઠળ તાલીમ આપવામાં આવી

ખેડા, પ્લગ નર્સરીમાં શાકભાજીના ઘરૂં ઉછેર કરવા માટે તાંત્રિક તથા નીદર્શનથી માહિતી આપવાના હેતુથી નાયબ બાગાયત નિયામક ખેડા દ્વારા ખેડા જીલ્લામાં સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ હેઠળ અરજી કરેલ ખેડૂતોને ઇઝરાયલ તથા ભારત સરકારના સહિયાર સાહસથી તૈયાર થયેલ સેન્ટર ઓફ એક્સેલનસ મુ. વદરાડ તા. પ્રાંતિજ જી. હિમ્મતનગર ખાતે મોકલવામાં આવેલ હતા.

જેમાં કુલ 50 લાભાર્થીઓએ ભાગ લીધેલ હતો અને આ પ્રવાસ દ્વારા ખેડા જીલ્લામાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને ઉચ્ચ ગુણવતાનું ધરૂં ખેતરમાં કરી શકે તે હેતુથી તાલીમનું આયોજન કરવામાં આવેલ હતુ. તાલીમમાં ખેડૂતોએ ગ્રીન હાઉસ, શેડ હાઉસ ની પણ મુલાકાત લીધી હતી.

આ તાલીમમાં મદદનીશ બાગાયત નિયામક, હિતેશ સવાણી, બાગાયત નિરીક્ષક ફાલ્ગુની પટેલ હાજરી આપી. જેમાં શાકભાજીના ધરૂં નર્સરીમાં ઉછેર પધ્ધતિ વિશે અને ઉચ્ચ ગુણવતાનું ધરૂં કઈ રીતે બાનાવી શકાય તેની માહિતી પૂરી પડી હતી.