ગોધરા વ્હોરવાડમાં આરોપી બેનના જન્મ દાખલા, આધારકાર્ડ અને ચુંટણીકાર્ડમાં અલગ જન્મ તારીખ દર્શાવી ગુનો કર્યાની ફરિયાદ

ગોધરા, ગોધરા વ્હોરવાડની આરોપી બહેનની લીીવીંગ સર્ટીફિકેટ તથા પોપટપુરા ગ્રામ પંચાયતના જન્મ દાખલમાં આધારકાર્ડ, ચુંટણીકાર્ડમાં જન્મ તારીખ અને જન્મ સ્થળમાં વિર્સગત જણાઈ આવતાં ઠગાઈ કરવા ખોટા દસ્તાવેજ ઉભા કરવાની ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વ્હોરવાડમાં રહેતા તસ્લીમ કૈજર અલી જલાલભાઇવાલા (રહે. હુસેની હોસ્પિટલ પાસે અલી મોહમદની ખડકી)ની જન્મ તારીખ જ્ઞાનદીપ વિદ્યાલય ગોધરાના લીવીંગ સર્ટીફિકેટમાં તથા ગ્રામ પંચાયત પોપટપુરાના જન્મ દાખલામાં આધારકાર્ડ તથા ચુંટણીકાર્ડમાં અલગ અલગ જન્મ તારીખો અને જન્મસ્થળ દર્શાવી ઠગાઈ કરવાના હેતુથી ખોટા દસ્તાવેજો બનાવ્યાનો ગુનો ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.