ધોધંબાના ફાટા મહુડા ગામે સ્વીફટ કારમાં સવાર 4 ઈસમો ગાડીમાં બીયર રાખી ગાડી રોડ સાઈડમાં ધુસાડી પકડાઈ જઈ ગુનો કર્યો

ધોધંબા, ધોધંબા તાલુકાના દામાવાવ પોલીસ મથક વિસ્તારના ફાટા મહુડા ગામ પાસેથી પસાર થતી સ્વીફટ કારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી રોડ સાઈડે ધુસાડી દઈ ચાર ઇસમોને બે નંગ બીયર બોટલના જથ્થા સાથે ઝડપી પાડવામં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના ફાટા મહુડા ગામ પાસેથી પસાર થતી સ્વીફટ કાર નં.જીજે.17.સીએ.0542માં બીયરની બે બોટલ કિંમત 536/-રૂપીયા રાખેલ હોય અને પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી રોડ સાઇડમાં ધુસાડી દઇ ગાડીમાં બેઠેલ ગીરીશ જાલમભાઇ સોલંકી (ઉજેરી,હાલોલ), અજીત હસમુખકુમાર ચૌહાણ (બળીયાદેવ,હાલોલ), નરેશ રમણભાઇ ચૌહાણ, (બળીયાદેવ,હાલોલ),જયદિપ કમલેશભાઇ ચૌહાણ (બળીયાદેવ, હાલોલ)ને દામાવાવ પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યા. દામાવાવ પોલીસે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.