કાલોલના અંબાલા ગામેથી 18 હજારના વિદેશી દારૂ ઝડપ્યો

કાલોલ, કાલોલના અંબાલા ગામે રહેતા ઈસમે સોનાના ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી કવાટરીયા નંંગ-134 કિંમત 18,750/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલના અંબાલા ગામે ગોહિલ ફળીયામાં રહેતા કિરીટસિંહ ભગવાનસિંહ ગોહિલ એ પોતાના રહેણાંક ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ધર માંથી વિદેશી દારૂના કાચના કવાટરીયા નંગ-134 કિંમત 18,750/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવયો. પોલીસની રેઈડ દરમિયાન આરોપી મળી નહિ આવતાં આ બાબતે કાલોલ પોલીસ મથકે પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધાવા પામ્યો છે.