પંચમહાલ જીલ્લાની સમગ્ર શિક્ષા અંતર્ગત ટ્રાન્સપોટેશન સુવિધાનું મોનટરીંગ કરવા બી.આર.સી.ઓને સુચન કરાયું

  • ટ્રાન્સપોટેશન વાહનોની શાળા સમયે અને છુટતી વખતે મોનીટરીંગ કરવા બી.આર.સી.ને સુચન.

ગોધરા, પંચમહાલ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ તાલુકાના સીઆરસી અને બીઆરસી કો.ઓર્ડિનેટરઓને પરિપત્ર કરી ટ્રાન્સપોટેશન સુવિધા ધટવાની શાળાઓની નિયમિત મોનીટરીંગ કરયું. વાહનોમાં સુવિધા, દરેક બાળકોની ઓનલાઈન હાજરીને આધારે ચુકવણું કરવા સુચન કરવામાં આવ્યું છે.

પંચમહાલ જીલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત બાળકોની સોટકા નામાંકન અને સ્થાઈકરણ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાની અમલવારી કરવામાં આવી છે અને આવી યોજનાઓનું મોનીટરીંગ માર્ગદર્શન સમયાંતરે આપવામાં આવે છે. જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલ મીટીંગમાં જીલ્લાની શાળાઓમાં મોનીટરીંગ દરમિયાન જોવા મળતી અનિયમિતતાને લઈ ધારાસભ્યોના સુચનો થયેલ તે મુજબ જીલ્લાના તમામ તાલુકાના બીઆરસી કો.ઓર્ડિનેટરોને ટ્રાન્સપોટેશન સુવિધા ધરાવતી શાળાઓના નિયમિત મોનીટરીંગ કરવું જેમાં શાળા શરૂ થતાં પહેલા અને શાળા છુટીયા પછી ટ્રાન્સપોટેશનમાં ચાલતા વાહનોમાં બેનર, ફસ્ટ એઈડ બોકસ, ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ તેમજ એસએસએનો લોગો સરળતાથી વાંચી શકાય તેમજ ચાલુ વર્ષનો વીમો ફરજીયાત હોવો જરૂરી છે. લાભાર્થી બાળકો વાહનની વી.ટી.સી. વ્હીકલ ટ્રેડીંગ સિસ્ટમમાં એન્ટ્રી પૂર્ણ કરવામાં આવે. તમામ બાળકોની ઓનલાઈન હાજરીના આધારે ચુકવણું કરવા તેનું પ્રમાણપત્ર 10 તારીખ સુધીમાંં વીટીએસ માંથી ઓનલાઈ મેળવેલ ખર્ચ પત્રક જીલ્લાકક્ષાએ મોકલી આપવું બાળકોની ફોટોગ્રાફવાળી ચાઈલ્ડ પ્રોફાઈલ દર મહિને દરેક બાળકની પ્રોફાઈલમાં હાજરીની નોંધ કરવામાં આવે અને મોનીટરીંગ દરમિયાન ચકાસણી કરવાની રહેશે. દરેક મહિનામાં સમયસર ચુકવણું ચેક મારફતે (પીએફએમએસ) જે તે વ્યકિત કે સંસ્થાના નામ જોગ કરવામાં આવે બાળકોને લાભ મળે તે જોવાનું રહેશે.

સી.ટી.એસ.ના અનટ્રેક ડ્રોપ આઉટ બાળકોની બ્લોક એમઆઈએસ પાસેથી મેળવી બાળકોને ટ્રેક કરવાના રહેશે. અનિયમિત બાળકો સ્થળાંતર બાળકો ટ્રેડીંગ કરી જીલ્લા કચેરીએ અપડેટ કરવા, 9 થી 18 વર્ષના ડ્રોપઆઉટ બાળકોનું નામાંકન કરવા તથા ધો.10 અને 12ના અનટ્રેક, ડ્રોપ આઉટ બાળકો બોર્ડ પરીક્ષા અપાવવા પ્રયત્ન કરવા જીલ્લાના તમામ તાલુકામાં શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો વાલી સાથે સ્થળાંતર થતા હોય તેમનું માઈગ્રેશન મોનીટરીંગ સીસ્ટમમાં ઓનલાઈન એન્ટ્રી ફરજીયાત કરવી એક શાળા ગામની વધારે બાળકો સ્થળાંતરીત થતા હોય તો સિઝનલ હોસ્ટેલનું આયોજન કરવું. જીલ્લાના તમામ તાલુકાઓમાંં બીઆરસીઓ દ્વારા મોનીટરીંગ માટે કરવામાં આવેલ આયોજન સુવિધા નિયમિતતાનો રિપોર્ટ 10 જાન્યુઆરી સુધી જીલ્લા કચેરીએ આપવા આદેશ કરાયો.