દારૂ કૌભાંડ પર મૌન એ સિદ્ધાંતો સાથે વિશ્વાસઘાત છે,અરવિંદ કેજરીવાલ પર નવજોત સિદ્ધુ નારાજ

ચંડીગઢ, પંજાબમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે નવજોત સિદ્ધુએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિદ્ધુએ દિલ્હી દારૂ કૌભાંડ પર કેજરીવાલના મૌન પર સવાલ ઉઠાવ્યા છે.

સિદ્ધુએ એકસ પર લખ્યું- દિલ્હી દારૂ કૌભાંડ પર તથ્યો અને આંકડાઓ પર આધારિત મારા પ્રશ્ર્નોના ૨૦૨૨ની ચૂંટણી બાદ જવાબો મળ્યા નથી. તમારું મૌન એ સિદ્ધાંતો સાથે વિશ્વાસઘાત છે જે તમે એકવાર હિમાયત કરી હતી. એક સમયે જવાબદેહીના ટેકેદાર અરવિંદ કેજરીવાલ મૌન બની ગયા છે. શું આ અસુવિધાજનક સત્યનો સ્વીકાર છે?? સિદ્ધુએ લખ્યું- સ્વયં ઘોષિત આરટીઆઈ યોદ્ધા ચોરીનો માસ્ટર બની ગયો છે. જવાબદારી અને પારદર્શિતાનો સમય છે.