૨૦૨૪ ના બીજા દિવસે બજાર લાલ નિશાન પર બંધ થયું

મુંબઇ, વર્ષ ૨૦૨૩ના છેલ્લા મહિનામાં શેરબજાર સતત ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ હવે નવા વર્ષમાં માર્કેટમાં જોરદાર પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. નવા વર્ષ ૨૦૨૪ ના બીજા ટ્રેડિંગ દિવસે મુખ્ય ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા. આ સમયગાળા દરમિયાન, સેન્સેક્સ ૩૭૯.૪૬ (-૦.૫૨%) પોઈન્ટ ઘટીને ૭૧,૮૯૨.૪૮ ના સ્તરે જ્યારે નિફ્ટી ૭૬.૧૧ (૦.૩૫%) પોઈન્ટ ઘટીને ૨૧,૬૬૫.૮૦ ના સ્તરે બંધ થયો હતો.

મંગળવારના ટ્રેડિંગ સેશન દરમિયાન બજારમાં બેક્ધિંગ, ઓટો અને આઈટી સેક્ટરના શેર્સમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. બીજી તરફ ફાર્મા સેક્ટરના શેરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. આ પહેલા સોમવારે (૧ જાન્યુઆરી) નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ ૩૧ પોઈન્ટ મજબૂત થઈને ૭૨,૨૭૧ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો.