ઝાલોદ સરકારી અનાજની દુકાનોમાં અનાજ ઓછું સપ્લાય થવાની જાગૃત નાગરિક દ્વારા પ્રાંત અધિકારીને આવેદન

  • પુરવઠા વિભાગ દ્વારા અનાજનો જથ્થો પૂરતો અપાય છે તો સરકારી દુકાનદારો સુધી અનાજનો જથ્થો કેમ ઓછો પહોંચે છે…?

ઝાલોદ, ઝાલોદ નગરની સરકારી દુકાનોમાં સરકારી ગોડાઉનમાં થી સપ્લાય થતાં અનાજમાં ઘટ પડે છે. તેવી અરજી નગરના જાગૃત નાગરિક દ્વારા પ્રાંત અધિકારીને આપવામાં આવેલ છે. આ ગેરરીતિ માટે જવાબદાર કોણ એ એક મોટો પ્રશ્ર્ન નગરમાં ચર્ચાઈ રહેલ છે. સરકારી ગોડાઉનમાં કેમેરા ગોઠવેલ હોવા છતાય સરકારી અનાજના કટ્ટાઓમા ઘટ કેવી રીતે પડે છે. આવી મીલી ભગત કેવી રીતે અને કોના દ્વારા ચલાવવામાં આવે છે, એ એક ચર્ચાનો વિષય બની ગયેલ છે. અનાજનો ઓછો જથ્થો સરકારી ગોડાઉન માંથી ઓછો આવે છે કે સરકાર દ્વારા સપ્લાય ઓછું કરવામાં આવે છે તે તપાસનો વિષય બની ગયેલ છે.

સરકાર દ્વારા 56 કિલોનો એક કટ્ટો આપવામાં આવે છે અને ત્યાર બાદ સરકારી અનાજની દુકાને પહોંચતા આ કટ્ટા માંથી પાંચસો ગ્રામ જેટલું અનાજ ઓછું થઈ જાય છે, તો સરવાળે સરકારી દુકાનદારોને અનાજમાં ઘટ પડતાં નુકશાન વેઠવું પડે છે. ગરીબોના હકનો અનાજ ચાંઉ કરી જનાર કોણ છે અને તે આ અનાજ ચોરી કરી કોને વહેંચે છે. તે એક તપાસનો વિષય બની ગયેલ છે. આ અનાજ ક્યાથી કેવી રીતે ઓછું આવે છે તે એક તપાસનો વિષય બની ગયેલ છે.