દાહોદ જીલ્લા ડ્રાઇવર મજુર કામદાર યુનિયન દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત સંદર્ભે નવો કાયદો લાગુ કરવા સામે લાગુ મામલતદારને આવેદનપત્ર આપી ડ્રાઇવર નિરોધી કાયદો રદ કરવાની માંગ કરી

દાહોદ,ભારત સરકાર દ્વારા અકસ્માત અંગે નવો કાયદો લાગુ કરવામાં આવતા તેની સામે સમગ્ર દેશમા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. નવા કાયદામાં અકસ્માત સર્જનાર ડ્રાઈવરોને 10 વર્ષની જેલ સજા તેમજ રૂપીયા પાંચ લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદાને લઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ ડ્રાયવરોમાં રોષની લાગણી ફેલાઈ છે. કારણ કે, ડ્રાઈવરો માલીકોની કાર, બસ, ટ્રક, ડમ્ફર કે અન્ય વાહનો ચલાવી નજીવા પગાર ધોરણમાં પોતાના પરિવારનુ ભરણ પોષણ કરતા હોય છે.

ત્યારે આજ રોજ દાહોદ જીલ્લા ડ્રાઇવર મજુર કામદાર યુનિયન દ્વારા મુખ્યમંત્રીને સંભોદતુ આવેદનપત્ર દાહોદ મામલતદારને પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે નવો અકસ્માત અંગે કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જેના કારણે ડ્રાઈવરોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ડ્રાઇવરની આખી જીંદગીની કમાણી ખર્ચ કરી નાખે તો પણઆ કાયદાનું પાલન ડ્રાઇવરો કરી શકે તેમ નથી. ડ્રાઇવરના ઘર પરિવારનું ગુજરાન ચલાવવું ખુબજ મુશ્કેલી ભર્યુ બની શકે છે. ડ્રાઇવરો પોતાનુ જીવન સામાન્ય વેતનથી ચલાવી રહ્યા છે. જેથી ટ્રક ચાલકોએ સરકારને હાલમાં જે નવિન અકસ્માતને લઈને કાયદો બનાવ્યો છે, તેનો સખ્ત વિરોધ કર્યો હતો, અને આ કાયદાને વખોડી કાઢી સરકારને આ અંગે પુન: વિચારણા કરી આ ડ્રાઇવર વિરોધી કાયદો પરત ખેંચવાની માંગ કરી છે.