પંચમહાલ જીલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા બની રહી છે સાર્થક

  • પંચમહાલ જીલ્લામાં 345 ગ્રામ પંચાયતોમાં તા 1 જાન્યુઆરી 2024 સુધી 2,01,512 (બે લાખ એક હજાર પાંચસો બાર) જેટલા નાગરિકો સંકલ્પ યાત્રામાં સહભાગી થયા.
  • જીલ્લામાં 326 ગ્રામ પંચાયતોનો 100 ટકા જમીન રેકર્ડ ડિજીટલાઇઝ કરાયો.
  • 2,30,770 નવા આયુષ્યમાન કાર્ડ બનાવાયા જેમાંથી 22,539 કાર્ડનું સ્થળ પર જ વિતરણ કરાયું.
  • આરોગ્ય હેલ્થ કેમ્પ થકી 65,072 થી વધુ વ્યક્તિઓની તપાસ,34,961 ટી.બી સ્ક્રીનીંગ,24,893 સીકલ સેલ સ્ક્રીનીંગ કરવામાંં આવી.
  • જીલ્લામાં કુલ 1,92,876 થી વધુ નાગરિકોએ વિવિધ સંકલ્પ લીધા.

ગોધરા, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા-2023 ચાલી રહી છે. જેને રાજ્યભરમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. પંચમહાલ જીલ્લામાં આ યાત્રા 30 નવેમ્બરના રોજ શરૂ કરવામાં આવી હતી. જે આગામી તારીખ 25 જાન્યુઆરી 2024 સુધી ગામડાઓમાં પરિભ્રમણ કરશે. પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર, જીલ્લા કલેકટર આશિષ કુમાર, જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયાના માર્ગદર્શન હેઠળ આ યાત્રા ગ્રામ્ય કક્ષાએ ફળીતાર્થ બનીને યોગ્ય રીતે સાર્થક બની રહી છે. જીલ્લામાં આજ તારીખ 01 જાન્યુઆરી સુધી કુલ સાત તાલુકાના 345 ગ્રામ પંચાયતોમાં આ યાત્રા પહોંચી છે.

તા.01 જાન્યુઆરી સુધી પંચમહાલ જીલ્લામાં 2,01,512 (બે લાખ એક હજાર પાંચસો બાર) થી વધુ નાગરિકો સંકલ્પ યાત્રામાં સહભાગી થયા છે. જેમાં 1,21,200 ભાઇઓ તથા 80,436 બહેનો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થયા છે. આ યાત્રા દરમિયાન જીલ્લામાં કુલ 1,92,876 થી વધુ નાગરિકોએ વિવિધ સંકલ્પ લીધા હતા.આરોગ્ય વિભાગ હેલ્થ કેમ્પ થકી 65,072 થી વધુ વ્યક્તિઓના હેલ્થની પાસ કરવામાંં આવી છે. જ્યારે 2,30,770 નવા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા છે. વિવિધ મહાનુભાવોના હસ્તે 22,539 આયુશ્યમાન કાર્ડનું સ્થળ પર જ વિતરણ કરાયું છે. આ ઉપરાંત 34,961 વ્યક્તિઓની ટી.બી.રોગની તપાસ તેમજ 24,893 વ્યક્તિઓની સિકલ સેલની તપાસ કરાઇ હતી. ‘મારૂ ભારત સ્વયંસેવક રજીસ્ટ્રેશન’ અંતર્ગત કુલ 6874 સ્વયંસેવક નોંધાયા છે. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 9308 નામ નોંધવામાં આવ્યા છે. 725 મહિલાઓને, 650વિદ્યાર્થીઓને, 482 રમતવીરોને તેમજ સ્થાનિક કલાકારીગરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત મેરી કહાની મેરી જુબાની અંતર્ગત 347 લાભાર્થી દ્વારા સાફલ્ય ગાથા રજુ કરવામાંં આવેલ. 345 ગામોમાં ડ્રોન નિદર્શન તેમજ ખાસ ‘સોઈલ હેલ્થ કાર્ડ’ ઝૂંબેશ અંતર્ગત 2662 નિદર્શન કરાયા છે. જીલ્લામાં જૈવિક ખેતી કરતા 8049 જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ પણ યોજાયો છે. 316 ગ્રામ પંચાયતો 100 % આયુષ્યમાન કાર્ડ ધરાવે છે. વધુમાં 318 ગ્રામ પંચાયતોને 100 % પી.એમ.કિસાન યોજના અંતર્ગત સાંકળી લેવામાં આવી છે. આ સાથે 315 ગ્રામ પંચાયતો ઓ.ડી.એફ.પ્લસ જાહેર કરવામાં આવી છે. જ્યારે 326 ગ્રામ પંચાયતોનો 100 % જમીન રેકર્ડ ડિજીટાઇઝ કરવામાં આવ્યો છે. તદુપરાંત દરરોજના કાર્યક્રમમાંં ધરતી કહે પુકાર કે નુક્કડ નાટક રજુ કરવામાં આવ્યા છે.