બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વ્યસનમુક્તિ રેલી કાઢવામાં આવી

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગોધરા ખાતેથી બ્રહ્મ જીવન સ્વામી કોઠારી સ્વામી અને બીજા  અનેક સંતો ની આગેવાનીમાં આજરોજ ગોધરા ખાતે વ્યસન મુક્તિની રેલી કાઢવામાં આવી હતી. આ રેલી દ્વારા સમાજની અંદર વ્યાપેલા વ્યસન રૂપી દૂષણ માનવ-જીવન ને કેવી રીતે ભરખી જાય છે અને આ વ્યસનોથી અનેક યુવાનો યુવતીઓ મોતના મોમા ધકેલાઈ રહ્યા છે તે સમજાવવાનો ખુબ જ સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આ રેલીમાં વિવિધ ફ્લોટ દ્વારા  તમાકુ ,બીડી, સિગરેટ, દેશી દારૂ, વિલાયતી દારૂ, ગાંજો, ચરસ, અફીણ, આ બધા વ્યસનોથી ભારતની યુવાની ખોખલી બની રહી છે. તેમાંથી બચાવવા તેના પરિણામોથી બચાવવા યુવાનોને સાચી દિશામાં લઈ જવા માટે નિર્વ્યસની બનાવવા માટે બોચાસણવાસી સ્વામિનારાયણ સંસ્થા એ અદભુત કાર્ય કરી રહ્યો છે. આજની રેલીમાં અસહ્ય તાપ હોવા છતાં હજારોની સંખ્યામાં યુવાનો યુવતીઓ જોડાયા હતા અને વ્યસન મુક્તિની આહલેક જગાવી હતી ગોધરા ની અંદર વિવિધ સ્થળોએ આ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું સંતો મહંતો ને હાર પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ચિત્ર સિનેમા રોડ ઉપર આશિત ભટ્ટ, દિનેશભાઈ પટેલ, મિતેશભાઇ પટેલ, રમેશભાઈ બારીયા, મનોજભાઈ મારવાડી, વગેરે આગેવાનોએ સંતો ને હાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને સમગ્ર સમાજ નિર્વ્યસની બને તેના માટે જે બીએપીએસ સંસ્થા ભગીરથ કાર્ય કરી રહી છે તેણે બિરદાવવા માં આવી હતી, અને વ્યસનમુક્તિના શપથ લેવામાં આવ્યા હતા..