રીવરફ્રન્ટ વોક વે માં સેલ્ફી લેવા જતા નદીમાં પડવાથી એક યુવકનું મોત.

રીવરફ્રન્ટ વોક વે માં સેલ્ફી લેવા જતા નદીમાં પડવાથી એક યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે રિવરફ્રન્ટ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • રીવરફ્રન્ટ વોક  વે માં સેલ્ફી લેવા જતા યુવકનું મોત
  • યશ કંસારા નામનાં યુવકનું થયું મોત
  • રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી

સેલ્ફી લેતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો બન્યો છે. જેમાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બનાવવામાં આવેલ રીવરફ્રન્ટ વોક વે માં સેલ્ફી લેવા જતા યુવકનો પગ લપસી જતા યુવક નદીમાં પડ્યો હતો. જે બાદ તેને બચાવવા માટે વોક વે પર આવતા લોકો દ્વારા યુવકને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું યશ કંસારા નામનાં યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. યુવકનાં મોત અંગેની જાણ તેનાં પરિવારજનોને થતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. 

સેલ્ફી પડાવવા જતા પગ લપસી જતા યશ કંસારા નામનો યુવક નદીમાં પડ્યો હતો. જે બાદ રિવરફ્રન્ટ પર આવતા લોકો દ્વારા આ બાબતે ફાયર બ્રિગ્રેડને જાણ કરતા ફાયર બ્રિગ્રેડનાં જવાનો પણ ઘટના સ્થળે  આવી પહોંચ્યા હતા. જે બાદ યુવકની લાશને બહાર કાઢી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ર્ડાક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. રિવરફ્રન્ટ પર સેલ્ફી લેવાનાં ચક્કરમાં યુવકનું મોત નિપજ્યા બાદ પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને લઈ લોકોને જાગૃત કરવાની શરૂઆત કરી છે. 

વધુ વાંચો : વડોદરા થી અયોઘ્યા જતી 108 ફુટ લાંબી અગરબત્તીના દર્શન માટે શહેરામાં મોટી સંખ્યામાં રામભકત ઉમટી પડયા