વડોદરા થી અયોઘ્યા જતી 108 ફુટ લાંબી અગરબત્તીના દર્શન માટે શહેરામાં મોટી સંખ્યામાં રામભકત ઉમટી પડયા

શહેરા, શહેરા સહિત સમગ્ર જીલ્લામાંથી સનાતન ધર્મ સમાજ અને ગોપાલક સમાજ વડોદરા દ્વારા બનાવેલ 108 ફૂટ લાંબી અગરબત્તી 111 ફૂટ લાંબા રથમાં અયોધ્યા લઈ જતી વખતે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી આવ્યા હતા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં બાદ દોઢ મહિનો આ અગરબત્તી પ્રજવલિત રહેનાર છે.

સનાતન ધર્મ સમાજ અને વડોદરા ગોપાલક સમાજ દ્વારા 108 ફૂટ લાંબી ઇકો ફેન્ડલી અગરબત્તી બનાવવામાં આવી હતી. વડોદરાના ગોપાલક વિહાભાઈ ભરવાડએ 108 ફૂટ લાંબી ઇકો ફ્રેન્ડલી અગરબત્તી જે બનાવવામાં આવી હતી. તે અયોધ્યા લઈ જવામાં આવી રહી હતી. ત્યારે પંચમહાલ જીલ્લા માંથી 111 ફૂટ લાંબા રથમાં અયોધ્યા જઈ રહેલ 108 ફૂટ લાંબી અગરબત્તીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉંમટી આવ્યા હતા. હાલોલ થી લુણાવાડા સુધી મોટી સંખ્યામાં રામભક્તોએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ રહેલ અગરબતીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

આ અગરબત્તીના દર્શન કરવા આવેલા રામ ભક્તોએ જય… જય… રામના નાંદ થી વાતાવરણ ગુંજાઈ ઉઠ્યું હતું. આ 108 ફૂટ લાંબી તથા 3.5 ફૂટ ત્રિજ્યા ધરાવતી ઈકો ફેન્ડલી અગરબત્તી પાંચ પ્રકારની સામગ્રી દ્વારા તૈયાર કરવામાં આવી છે અને 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં બાદ દોઢ મહિનો અગરબત્તી પ્રજવલિત રહેનાર છે. વિશ્ર્વની પ્રથમ આ 108 ફૂટ લાંબી અગરબત્તી હોવા સાથે અયોધ્યા રામ મંદિરમાં થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ રહેલ હોવાથી ઠેર ઠેર આ અગરબત્તીના દર્શન રામભક્તો એ કરવા સાથે પોલીસનો બંદોબસ્ત પણ તે દરમિયાન જોવા મળી રહ્યો હતો. અયોઘ્યા જઈ રહેલ અગરબત્તીની રથ સાથેની શોભાયાત્રા હાઇવે માર્ગ ઉપરથી નીકળતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવવા સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.