કાલોલના બાકરોલ નવા ધરામાં ફરિયાદીની સંયુકત મિલ્કતમાં રસ્તા બાબતના વિવાદમાંં આરોપીઓએ મારમારી કરતાં ફરિયાદ

કાલોલ, કાલોલ તાલુકાના બાકરોલ નવા ધરા ફળીયા પાસે સર્વે નં.21677 વાળી ફરિયાદી અને તેમના કાકા છોકરાની સંયુકત માલિકીની જમીન આવેલ હોય અને ફરિયાદ ધરની પાછળ ધરોવાળા આ જમીન માંથી અવરજવર કરતા હોય આ જમીનમાં રસ્તાનો વિવાદ ચાલતો હોય તે સંદર્ભે કાલોલ મામલતદાર તેમની સ્ટાફ સાથે તપાસ કરી જતા રહ્યા હોય બાદમાં આરોપીએ સાહેદને મારમારતાં કાલોલ પોલીસ ફરિયાદ કરી ધરે જતા રાતના સમયે ધર પાછળ વિવાદવાળા રસ્તા ઉપર ઉભા હતા. ત્યારે આરોપીઓ હથિયારો પાસે દોડી આવી પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાવા પામી છે.

વિસ્તૃત વિગતો મુજબ કાલોલ તાલુકાના બાકરોલ નવા ધરા ફળીયા ધર્માભાઇ રયજીભાઇ ગોહિલ તથા કાકાના છોકરા લાલસીંગ ગોહિલની સર્વે નં.21677 વાળી સંયુકત માલિકીની જમીન આવેલ હોય અને ફરિયાદીના ધર પાછળવાળા ધરોવાળા આ જમીન માંથી અવરજવર કરતા હોય જેથી જમીનમાંના રસ્તા બાબતે વિવાદ ચાલતો હોય અને તેની અરજી કાલોલ મામલતદાર કચેરીમાં કરેલ હોય અરજીના આધારે કાલોલ મામલતદાર અને સ્ટાફના કર્મીઓ સાથે સ્થળ તપાસમાં આવ્યા હતા અને મામલતદારના ગયા બાદ આરોપી ધીરજસિંહ કિરવતસિંહ સોલંકી, સરવતસિંહ નાનસિંહ ગોહિલ એ રયજીભાઇ પૂજાભાઇ ગોહિલને મારમારતાં આ બાબતે ધર્માભાઈ અને રયજીભાઇ ગોહિલ ફરિયા કરવા કાલોલ આવ્યા હતા. ધરે જતાં ધર્માભાઇ અને ધરના માણસો વિવાદવાળા રસ્તા ઉપર ઉભા હતા. તે વખતે આરોપીઓ ઈસમોએ હાથમાં મારક હથિયાર કરી છુટા પથ્થર લઈ ગાળો બોલતા હોય ગાળો આપવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ટોળા પૈકીના આરોપીઓ ઈન્દીરાબેનને આડેધડ મારી કપાળના ભાગે ઈજાઓ પહોંચાડી તેમજ મહેશભાઇ માથાના ભાગે ધારીયું મારી તેમજ અન્ય વ્યકિતઓને ઈજાઓ કરી પથ્થર મારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે કાલોલ પોલીસ મથકે 13 ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.